Abtak Media Google News

હંટરપુરના યુવક-યુવતીને શોધવા માંગરોળના યુવકને કારમાં આદિત્યાણા લઇ જઇ ગોંધી રાખ્યો: ચાર શખ્સોની ધરપકડ

માંગરોળ તાલુકાના હંટરપુરના યુવક-યુવતી પ્રેમ સંબંધના કારણે ભાગી જતા બંનેની ભાળ મેળવવા નીકળેલા યુવતીના સંબંધીઓએ માગરોળના યુવકનું કારમાં અપહરણ કરી આદિત્યાણા અવાવરૂ જગ્યાએ લઇ જઇ પંદર કલાક સુધી ગોંધી રાખતા પોલીસે અપહૃત યુવકને મુક્ત કરાવી અપહરણના ગુનામાં સંડોવાયેલા ચારેય શખ્સોની ધરપકડ કરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળ તાલુકાના હંટરપુર ગામે રેતા જીતુ ઓઘળ એરડા અને તેના જ ગામની ભારતી નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી બંને ભાગી ગયા હતા.

ભારતીના પરિવાર દ્વારા શોધખોળ કરાતી હતી તે દરમિયાન જીતુ એરડા માંગરોળ તાલુકાના બગસરા ગામે રહેતા પોતાના બનેવી બાલુભાઇ હાજાભાઇ બીઢોરના ઘરે આશરો મેળવ્યો હોવાની શંકા સાથે ભારતીના સંબંધી મુરૂભાઇ કિશાભાઇ કોડીયાતર બગસરા ત્રણ જેટલા અજાણ્યા શખ્સો સાથે આવી બાલુભાઇ બીઢોરના ભાઇ દેવાભાઇ બીઢોરનું કારમાં અપહરણ કરી આદિત્યાણા ગામે અવવારૂ જગ્યાએ લઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

શીલ પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.આર.સોલંકી સહિતના સ્ટાફે આદિત્યાણાથી દેવાભાઇ બીઢોરને મુક્ત કરાવી અપહરણના ગુનામાં સંડોવાયેલા મુરૂભાઇ કોડીયાતર સહિત ચાર શખ્સોની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.