Abtak Media Google News

નગરપાલીકા હસ્તકના કામમા ગેરરીતિ થતી હોવાની મુખ્યમંત્રીને  ફરિયાદ

મોરબીમાં રાજકોટ-કંડલા બાયપાસ રોડથી લીલાપર રોડ સુધી કેનાલની સામેની બાજુમાં ચાલતા રોડના કામમાં ઢંગધડા વગરના વહીવટ બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત  કરવામાં આવતા ભારે ચકચાર જાગી છે. મોરબી નગર પાલિકા તેમજ અન્ય સરકારી વિભાગો દ્વારા કેનાલની બીજી બાજુ ચાલતા રોડના કામમાં અત્યંત ધીમી ગતિ તેમજ ખૂબજ અંધેર વહીવટ બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી હતી

લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ કેનાલની બીજી બાજુના કામમાં સરકારી વિભાગો દ્વારા જરૂરી સંકલનના અભાવે લોકો દ્વારા ભરવામાં આવેલ ટેક્ષના રૂપિયાનો બિનજરૂરી બગાળ થઇ રહ્યો હોય તેવું દેખાય છે, આ કામમાં શનાળા રોડ ઉમિયા સર્કલથી અવની ચોકડીએ હીરાસરીના રસ્તા સુધીનું કામ ચાલુ કર્યાને ઘણો સમય થઇ જવા પામેલ હોવા છતા આ કામ અધૂરું હોવાથી સરકારી વિભાગો જેવા કે જી.ઈ.બી., પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા વિભાગ, ટેલીફોન વિભાગ વગેરે વચ્ચે સંકલનના અભાવે લક્ષ્મી એપાર્ટમેન્ટ, અવધ પેલેસ, સોપાન હાઈટસ એપાર્ટમેન્ટ તેમજ અન્ય એપાર્ટમેન્ટના લોકો પરેશાન થઇ રહ્યા છે.

સરકાર દ્વારા પાણીની પાઈપ લાઈન જે પેલા નાખેલ હતી તેનો ઉપયોગ કરવાને બદલે આ પાઈપ લાઈન કાઢી નાખેલ છે અને તે પણ ફરીથી ઉપયોગમાં આવે તેવી રીતે અણઘણ રીતે જે.સી.બી. થી કાઢવામાં આવતા આ પાઈપ લાઈનોના લોખડના પાઈપો તૂટી જવા પામેલ છે. કે જે  હવે ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા રહ્યા નથી તો આના માટે જવાબદાર કોણ?  અને તે તૂટેલા પાઈપો  હજુ પણ સાઈટ  ઉપર લોકોને નડતર રૂપ પડેલ છે. તેને  યોગ્ય જગ્યાએ લઇ જવામાં આવેલ નથી

હાલમાં આ પાઈપ  લાઈન જે કાઢેલ છે તેની જગ્યાએ નવા પાઈપો લાવીને નવી પાઈપ લાઈન બીજા કોન્ટ્રકાટર દ્વારા નાખવામાં આવી રહી છે. આવા નિર્ણયો અને વહીવટ શામાટે કરવામાં આવે છે. અને આવો  ખર્ચ શામાટે કરવામાં આવી  રહ્યો છે   તેમ સ્થાનિક લોકો પૂછી રહ્યા છે. અમુક જી. ઈ. બી. ના સબ સ્ટેશનો ફેરવવાના છે . જેનું હજુ કઈ ઠેકાણું નથી અને તે  જગ્યા એ હાલમાં રોડનું કામ થઇ રહ્યું નથી, આ રોડ ઉપર ટ્રાફિક ઓછો થાય, લોકોની સુવિધા વધે તેના માટે થઇ રહ્યો છે, તેમાં આ સબ સ્ટેશનો અવરોધ રૂપ છે.  છતા પણ હજુ આ બાબતે કઈ થયેલ નથી અને રોડનું કામ ચાલી રહ્યું છે,

જે રોડ બની રહ્યો છે તેની પહોળાઈ એક સરખી નથી રાખવામાં આવી રહી, આના કારણે પણ ભવિષ્યમાં અકસ્માતો થવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે. તો આના માટે કોણ જવાબદાર ? આ રોડ બની ગયા પછી થોડા સમયમાં જ અન્ય લાઈનો માટે ખોદકામ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. તેમજ અન્ય બાબતો એ અમોએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને રુબરુ મળી  આ બાબતે રજૂઆત કરેલ હતી પરંતુ હજુ સુધી આ બાબતે કઈ થયેલ નથી, માટે અમારે આપને આ બાબતે રજૂઆત કરવાની ફરજ પડેલ છે.

તાજેતરમાં એક વિડીઓ નગર પાલિકાના ભ્રષ્ટાચારની ટકાવારી બાબતે સોશ્યલ મીડિયામાં ફરતો હતો જો આ સાચું હોય તો તે ખુબજ દુ:ખદ  કહેવાય. તો આ બાબતે પણ તપાસ કરાવવા વિનંતી. આ બાબતે યોગ્ય કરવામાં નહી આવે તો અમો આ ગેરરીતી  તેમજ અનિયમમીતા બાબતે નામદાર કોર્ટમાં જાહેર હિતની અરજી કરી શકીએ તે  બાબતે પરવાનગી આપવા વિનતી. આ બાબતે  સમયસર યોગ્ય કરવામાં નહી આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા  માર્ગે જવાની ફરજ પડો તેવી ચીમકી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.