Abtak Media Google News

/રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગ ના સ્ટાફ નીસતર્કતાના કારણે ગુમ થયેલી સગીર બાળકી ને છૂટા પડેલાસ્વજનો સાથે મેડવવામાં આવી હતી. વધુ વિગતો આપતાં, રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ   અભિનવ જેફેજણાવ્યું કે 13 વર્ષની બાળકી બપોરે 13.00 વાગ્યે રાજકોટ સ્ટેશન પર આવેલી ઈન્કવાયરી ઓફિસમાં દિલ્હીની ટિકિટ લેવા માટે આવી હતી. બાળકીની હાલત અને હાવભાવ જોઈ ફરજ પરની   જીજ્ઞાબેન હેમલભાઈ ઉપાધ્યાય – રિઝર્વેશન સુપરવાઈઝર, રાજકોટને શંકા ગઈ અને તેણે તાત્કાલિક આ બાળકી વિશે ચાઈલ્ડ હેલ્પલાઈનના સ્ટાફને જાણ કરી.

તપાસ દરમિયાન ચાઈલ્ડ હેલ્પલાઈ ને જાણવા મળ્યું કે બાળકી ઘરેથીએકલી નીકળી ગઈ હતી અને તેના માતા-પિતાને પણ ખબર નહોતી. ચાઈલ્ડ હેલ્પલાઈન સ્ટાફેબાળકીન ાદસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ આરપીએફ રાજકોટના સબ ઈન્સ્પેક્ટરના ઝનીન મન્સૂરી અને ચાઈલ્ડલાઈન કોઓર્ડિનેટર નિરાલી રાઠોડ દ્વારા બાળકીને તેના પિતા અને દાદીને સોંપવામાં આવી હતી.

રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને સીનિયરડીસીએમ  અભિનવ જેફે સંબંધિત વાણિજ્ય વિભાગના કર્મચારીની તકેદારી, સમજણ અને સતર્કતાની પ્રશંસા કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.