Abtak Media Google News

બળાબળીના ખેલમાં ‘સ્પીકર’ ની જીત બાદ

મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે મહારાષ્ટ્રમાં વિશ્ર્વાસનો મત જીતી જાય તે ફાઇનલ

મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે ખુબ જ આસાનીથી વિશ્ર્વાસનો મત જીતી લેશે તેમાં કોઇ જ શંકા નથી. સ્પીકરની ચૂંટણીમાં શિંદેએ પોતાનું પ્રથમ ધાર્યુ નિશાન પાર પાડયું હતું. ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકર સ્પીકર તરીકે ચૂંટાય આવ્યા છે. શિંદે સરકારના સમર્થનમાં 164 જેટલા ધારાસભ્યો હોવાના કારણે આજે અગ્નીપરીક્ષા પણ તેના માટે કોઇ મોટો પડકાર નહી રહે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદેની સરકાર બની છે. જેને ભાજપ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ગઇકાલે સ્પીકર પદની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકર 164 મન વિરુઘ્ધ 108 મતોથી વિજેતા બન્યા હતા દરમિયાન આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં નવી સરકારે વિશ્ર્વાસનો મત મેળવવાનો છે. ભાજપના સહયોગથી ‘ભાઉ’ બળાબળના ખેની વૈતરણી પણ પાર કરી લેશે તે ફાઇનલ માનવમાં આવી રહ્યું છે. નવી સરકાર રચાયા બાદ માત્ર મુખ્યમંત્રી પદ એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી પદે દેવેન્દ્ર ફડણવીએ શપથ લીધા છે મંત્રી મંડળે હજી શપથ ગ્રહણ કર્યા નથી. આજે વિશ્ર્વાસનો મત જીત્યા બાદ શિંદે સરકાર મંત્રી મંડળ ફાઇનલ કરશે આગામી બે થી ત્રણ દિવસમાં મંત્રી મંડળની શપથ વિધી પણ લેશે.

એકાદ બે દિવસમાં મંત્રી મંડળની શપથવીધી

મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફણવીસે શપથ લીધા છે મંત્રી મંડળની રચના કરવાનું હજી બાકી છે. ગઇકાલે વિધાનસભાના સ્પીકરની ચુઁટણીમાં શિંદે સરકારની જીત થઇ છે જેમાં ભાજપના રાહુલ નાર્વેકર જીત્યા છે. દરમિયાન આજે વિશ્ર્વાસનો મત જીત્યા બાદ મંત્રી મંડળની રચના કરવાની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે એકાદ-બે દિવસમાં મંત્રી મંડળની શથપ વિધી યોજાશે.

16 ધારાસભ્યો હજી ઉઘ્ધવના સમર્થનમાં

શિવસેનાના પપ ધારાસભ્યો પૈકી 39 ધારાસભ્યો શિંદે જુથમાં સામેલ થઇ ગયા છે. જયારે માત્રાને માત્ર ચાપલુસીને વરેલા અને પક્ષની મુળભૂત વિચારધારા સાથે જેને સ્નાન સુતકનો પણ સંબધ નથી તેવા 16 ધારાસભ્યો હજી ઉઘ્ધવ ઠાકરેના સમર્થનમાં છે. તેઓએ ગઇકાલે સ્પીકરની ચુંટણીમાં પણ ઉઘ્ધવના વ્હીપ મુજબ મતદાન કર્યુ હતું અને આજે પણ વિશ્ર્વાસના મતમાં શિંદે સરકાર વિરુઘ્ધ મતદાન કરશે તે ફાઇનલ મનાઇ રહ્યું છે.

રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર

મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર તરીકે ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકર બહુમતિથી ચૂંટાઇ આવ્યા છે તેઓ 164 ધારાસભ્યોના સમર્થન સાથે વિધાનસભાના નવા સ્પીકર તરીકે ચુંટાઇ આવ્યા હતા. ભાજપના 106 ધારાસભ્યો, શિંદે જુથના 39 ધારાસભ્યો અને નાના પક્ષો તથા અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી તેઓ સ્પિકરની ચુંટણીમાં વિજેતા બન્યા હતા. શિવસેનાના 39 ધારાસભ્યો કે જે એકનાથ શિંદે સાથે છે. તેઓએ પક્ષના વડાના વ્હીપના આદેશનો અનાદર કરી મતદાન કરતા આગામી દિવસોમાં તેઓની સાથે ગેરલાયક સહિતની કાર્યવાહી કરવામાં આવી શકે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.