Abtak Media Google News

 ત્રણ દિવસ પહેલા હત્યા કરી લાશ કુવામાં ફેંકી દીધી ‘તી

લીંબડીમાં 1 જુલાઈએ ભોગાવા નદીના કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનામાં ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે. બહેન દાગીના લઈને પ્રેમી સાથે  લગ્ન કરી લેશેે તો સમાજમાં બદનામી થશે એ બીકે ભાઈએ દુપટ્ટાથી ગળું દબાવી બહેનના શ્વાસ રૂંધી નાખ્યા હતા. પોલીસે આ કેસમાં મૃત યુવતીના સગા ભાઈની ધરપકડ કરી છે

પોલીસે પ્રેમીને પૂછતાછ માટે બોલાવતા સમગ્ર મામલા પરથી પડદો ઉંચકાયો

સ્થાનિક પોલીસ સહિત ટીમોએ તપાસ હાથ ધરી હતી. મૃતદેહ મળ્યા ને કલાકો થવા છતાં યુવતીની ઓળખ થઈ શકી નહોતી. એલસીબી ઙઈં એમ.ડી. ચૌધરી, ઙજઈં વી.આર. જાડેજા, ઋતુરાજસિંહ મકવાણા, લીંબડી ઙજઈં વી.એન. ચૌધરી સહિત પોલીસ ટીમે મૃત યુવતીના ભાઈ દિનેશ શંકરભાઈ રાઠોડને શકના આધારે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન ભાંગી પડેલા દિનેશે તેની બહેન નયના ઊર્ફે જાગુ રાઠોડની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.