Abtak Media Google News

રાજકોટના ઓબ્ઝર્વર તરીકે પ્રમોદ જૈન ભાયા અને પાનાચંદ મેઘવાલની નિમણુંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ચારથી પાંચ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસ આ વખતે ગંભીરતાથી ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા તાત્કાલીક અસરથી ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે ઓબ્ઝર્વરની નિમણુંક કરી છે. ઓબ્ઝર્વરો આગામી દિવસોમાં જે-તે લોકસભા વિસ્તારમાં પ્રવાસ કરશે અને લોકસભાની બેઠક હેઠળ આવતી વિધાનસભાની બેઠકોમાં પક્ષની વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષા કરશે.

કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગઇકાલે મોડી રાતે ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં કચ્છ લોકસભા બેઠક માટે શાલે મહમદ, ઇન્દ્રરાજસિંહ ગુર્જર, બનાસકાંઠા લોકસભા બેઠક માટે અશોક ચંદના, પાટણ લોકસભા બેઠક માટે રામલાલ જાટ, મહેસાણા લોકસભા બેઠક માટે ઉદયલાલ અંજના, સાંબરકાંઠા બેઠક માટે જયસિંગ અગ્રવાલ અને સુરેશ મોદી, અમદાવાદ પૂર્વ બેઠક માટે પ્રેમસાંઇ સિંગ ટેકમ અને હકમ અલી ખાન, અમદાવાદ વેસ્ટ લોકસભા બેઠક માટે ધર્મેન્દ્ર રાઠોડ અને અમીન કાજી સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે શ્રીમતી શંકુતલા રાવત અને અશોકભાઇ બૈરવા, રાજકોટ લોકસભા બેઠક માટે પ્રમોદ જૈન ભાયા અને પાનાચંદ મેઘવાલ, પોરબંદર લોકસભા બેઠક માટે રામપાલ શર્મા, જામનગર લોકસભા બેઠક માટે રાજેન્દ્રસિંહ યાદવ અને જગદીશ ચંદ્રા, જૂનાગઢ લોકસભા બેઠક માટે ડો.કરણસિંહ યાદવ અને મહેન્દ્ર ગેહલોત, અમરેલી લોકસભા બેઠક માટે સુખરામ વિશ્ર્નોઇ અને ગોપાલભાઇ મીણા, ભાવનગર લોકસભા બેઠક માટે ભાણવરસિંહ ભાટીની ઓબ્ઝર્વેર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

આ ઉપરાંત આણંદ લોકસભા બેઠક માટે બી.ડી.કાલ્લા, ખેડા લોકસભા બેઠક માટે અમરજીત ભગત અને અમીત ચાચણ, પંચમહાલ લોકસભા બેઠક માટે તારાચંદ ભગોરા, દાહોદ લોકસભા બેઠક માટે મહેન્દ્રજીત સિંહ માલવીયા, વડોદરા લોકસભા બેઠક માટે શ્રીમતી યશોમતી ઠાકોર, છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં અર્જુનસિંહ બામાણીયા, ભરૂચ બેઠક માટે ગોવિંદ રામ મેઘવાલ, બારડોલી બેઠક માટે રામલાલ મીણા, સુરત લોકસભા બેઠક માટે શીવ દહારિયા અને ડો.રાજકુમાર શર્મા, નવસારી લોકસભા બેઠક માટે સુનીલ કટાર અને વલસાડ બેઠક માટે નીતિન રાઉતની ઓબ્ઝર્વેર તરીકે વરણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.