Abtak Media Google News

ઈડર અને વડાલી સહીત જીલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો જ્યારે જિલ્લાના ઈડર,વડાલી,ખેડબ્રહ્મા અને પોશીના, વિજયનગર તાલુકામાં વરસાદ વરસ્યો છે.

જેમાં સવારથી સાંજ સુધીમાં ઈડરમાં 46 મીમી,વડાલીમાં 37 મીમી,ખેડબ્રહ્મામાં 43 મીમી અને વિજયનગરમાં 50 મીમી અને પોશિનામાં 69 મીમી વરસાદ નોંધાયો હતો ત્યારે વહેલી સવારથી જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

ઉપરવાસમાં વરસાદ પડવાને કારણે ઈડરના ગોરલ,બડોલી પાસે આવેલી ગૌવાવ નદીમાં ઘોડાપૂર આવતાની સાથે નદી બે કાંઠે વહેવા લાગી હતી અને ગુહાઈ ડેમમાં પાણીની આવકમાં  વધારો નોંધાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.