Abtak Media Google News

ગોંડલ ખાતે વન-ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત પેજ સંવાદ કાર્યક્રમ પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ- આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો

મજબૂત સંગઠન શક્તિથી કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર કરવો તેમજ નાનામાનાના કાર્યકરને મોટો બનાવવાની શૈલી તેમજ પેજ સમિતીના પ્રણેતા અને લોકસભાના સાંસદ એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  તારીખ 21 જૂલાઇના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમમા ઉપસ્થિત રહી રાજકોટ જિલ્લાના કાર્યકરો અને પેજ સમિતિના સભ્યમાં નવી ઉર્જા નો સંચાર કરતું પેજ સમિતીનું સંમેલન યોજાયું. આ સંમેલન પહેલા જિલ્લાના કાર્યકરો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરી પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર.પાટીલે  ઉપસ્થિત સંતોનું ફુલાહાર અને શાલથી સ્વાગત કર્યુ. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપની ટીમે પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલને પાઘડી ,શાલ અને ખેસ પહેરાવી સ્વાગત કર્યુ. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા એ પ્રાસંગીક સંબોધન કર્યુ.

આ કાર્યક્ર

Img 20220721 Wa0528

મમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજ સમિતીના સભ્યોને સંબોધતા જણાવ્યું કે, આ કાર્યક્રમ પહેલા જે રીતે ભવ્યાતી ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી તે બદલ દરેક કાર્યકરોનો આભાર. ભારતીય જનતા પાર્ટી એ કાર્યકરોની પાર્ટી છે. કાર્યકર્તા દ્વારા ચાલતી પાર્ટી છે અને એટલે એજ વાવાઝોડામાં પણા ખૂબ અડિખમ ભારતીય જનતા પાર્ટી  ઉભી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  આપણા દેશના રાષ્ટ્રપતી તરીકે પહેલી વાર આદિવાસી સમાજની બહેનને તક આપી.આજે પહેલી વાર આઝાદિ પછી જન્મ છે તેવા બહેનશ્રી દ્રૌપદી મુર્મુજી રાષ્ટ્રપતી બન્યા છે તેમની ભવ્ય જીત બદલ દરેક કાર્યકરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં હતા.

Img 20220721 Wa0529

આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, સાંસદઓ મોહનભાઇ કુંડારિયા,રામભાઇ મોકરિયા, રાજયના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, રાજયનામંત્રી  જીતુભાઇ વાઘાણી, પ્રદેશના ઉપાધ્યક્ષ  ડો.ભરતભાઇ બોઘરા, રાજકોટ જિલ્લાના પ્રભારીઓ  મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળિયા, ધારાસભ્યઓ જયેશભાઇ રાદડીયા,  કુંવરજીભાઇ બાવળીયા, લાખાભાઇ સાગઠીયા, જિલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા,પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંતભાઇ કોરાટ, ગીતાબેન જાડેજા,જિલ્લાના મહામંત્રી નાગજનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનિષભાઇ ચાંગેલા, જયરાજસિંહ જાડેજા, સંતો અને જિલ્લાના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો અને પેજ સમિતીના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ દોઢ કલાક મોડા પડતા લોકો કંટાળ્યા

ગોંડલ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નો રોડ શો તથા પેજ સમીતી સંમેલન નુ આયોજન કરાયુ હતુ પરંતુ સી.આર.પાટીલ દોઢ થી બે કલાક મોડા પહોંચતા ચાર વાગ્યા થી પ્રતિક્ષા મા બેઠેલા લોકો કંટાળ્યા હતા અને ચાલતી પકડતા શરુઆત મા લોકો થી ભરચક ભરેલા ડોમ અડધો અડધ ખાલી થઈ ગયા હતા.જ્યારે પાટીલે પ્રવચન શરુ કર્યુ ત્યારે લોકોએ ખુરશીઓ છોડી રીતસર ચાલતી પકડી હતી.કાયઁક્રમ ના અંતે ભોજન વ્યવસ્થા રખાઇ હોય લોકો પ્રવચન છોડી ભોજન લેવા દોડી ગયા હતા.આમ કાયઁક્રમ વહેલો આટોપાયો હતો.

ગોંડલમાં કોંગ્રેસનો હાથ અને આપનો સાથ છોડી 34 આગેવાનો સહિત 150 કાર્યકરોના કેસરિયા

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ ગોંડલ આવી રહ્યા હોય ભાજપીઓ દ્વારા શહેરને ભાગવા રંગે શણગારી તહેવાર નો માહોલ સર્જી દેવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ નો હાથ અને આપ નો સાથ છોડી આગેવાનો કાર્યકરો એ ભાજપ નો ભગવો અંગીકાર કરી લેતા કોંગ્રેસી છાવણી માં સન્નાટો છવાઈ ગયો હોવાની ચર્ચા ઓ થવા લાગી હતી.આજે પુવઁ પ્રદેશ કોંગ્રેસ મંત્રી દિલીપભાઈ સોજીત્રા, વાસાવડ ના સવજીભાઈ વિસાવડીયા,જયસુખભાઇ વઘાશીયા સહીત દોઢસો કોંગ્રેસ કાયઁકર્તાઓ હોદ્દેદારો એ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ નો ખેસ અંગીકાર કર્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.