Abtak Media Google News

2024માં બાંગ્લાદેશ જયારે 2026માં ઈંગ્લેન્ડમાં  વિમેન્સ ટી-20 વર્લ્ડકપ યોજાશે

આઈસીસી દ્વારા બર્મિંગહામ ખાતેની વાર્ષિક સભા દરમિયાન 2024 થી 2027 દરમિયાન યોજાનારા મહિલા ટૂર્નામેન્ટના યજમાન દેશોની જાહેરાત કરી છે. જે હેઠળ 2025ના મહિલા વર્લ્ડ કપની યજમાની ભારતને મળી છે. 2024 થી 2027 દરમિયાન 2 ટી-20 વર્લ્ડ કપ, 1 વન-ડે વર્લ્ડ કપ અને 1 મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામા આવશે. મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ટી-20 ફોર્મેટમાં 2027માં કરવામા આવશે. ભારત 2025માં મહિલા વન-ડે વર્લ્ડ કપનું યોજાશે.

આ મુદ્દે બોર્ડ સેક્રેટરી જય શાહે કહ્યું કે,ભારત આ ટૂર્નામેન્ટનું સફળ આયોજન કરશે. અમે મહિલા ક્રિકેટને આગળ વધારવા કટિબદ્ધ છીએ.ભારતમાં આ પાંચમી મહિલા ઈંઈઈ ટૂર્નામેન્ટ રહેશે. ભારતે અત્યારસુધી 3 વન-ડે વર્લ્ડ કપ અને એક ટી-20 વર્લ્ડ કપની યજમાની કરી છે.

ભારતમાં 9 વર્ષ બાદ મહિલા ઈંઈઈ ટૂર્નામેન્ટ યોજાશે. ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં 8 ટીમો ઉતરશે, જેમની વચ્ચે 31 મેચ રમાશે. ઈંગ્લેન્ડ 2009 બાદ પ્રથમવાર મહિલા ટી-20 વર્લ્ડ કપની યજમાની કરશે. જ્યારે બાંગ્લાદેશ બીજીવાર મહિલા ટી-20 વર્લ્ડ કપની યજમાની કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.