Abtak Media Google News

મોહરમના શહીદ પર્વ નિમિત્તે દરરોજ માતમ મજલિશ, છબીલો સેજતાજીયા પડમાં લાવવાની તૈયારીઓ

ઇસ્લામના મહાન પેગંબર હજરત મહમ્મદ સાહેબના નવાસા શાહે કરબલા હજરત ઈમામ હુસેન અને તેમના 72 સાથીદારો એ સત્ય અને માનવતા કાજે આપેલી સહાદતની અમર યાદમાં મનાવવામાં આવતા મોહરમના તહેવારોની જૂનાગઢમાં વિશિષ્ટ ઉજવણી થઈ રહી છે.

મોહરમમાં 40 દિવસના શહીદ પર્વની  કોમી એખલાસના વાતાવરણ વચ્ચે થઈ રહેલી ઉજવણીમાં પરંપરા મુજબ શહેરમાં સૌથી વધુ તાજીયા અને ચાંદીની કલાત્મક સેજ છ મોહરમની નવ તારીખ એ પળમાં લાવવા તૈયારીઓ થઈ રહી છે.

જૂનાગઢમાં આજે મોહરમની  સૈયદ વાળા હુસેન મંજીલમાંથી શહીદોની યાદમાં અલમ શરીફની સવારીના જુલુસથી શહેરમાં જુલુસોનો પ્રારંભ થશે ત્યાર પછી સોમવારે નવમી તારીખે કાદરી મંઝિલ સેજના ઓટાથી સેજ માતમમાં આવશે. સાથે શહેરમાં સૌથી વધુ તાજીયાઓ માતમ આવશે.

જૂનાગઢની પરંપરા છે કે સેજ માતમમાં આવ્યા પછી તાજીયા પટમાં આવે છે અને દશમી તારીખે સેજની આગેવાનીમાં શહેરના તમામ તાજીયા દફન નવિધિ માટે કરબલા સુધી જુલુસના રૂપમાં જવાય છે. કરબલાના શહીદો અને ઇમામ હુસેનના નાના ભાઈ અને લશ્કરના સીપે સાલાર હઝરત અબ્બાસની યાદમાં અલમ શરીફની સવારી નીકળે છે. આ સવારી પરંપરાગત રૂટ ઉપર ફરે છે સાતમી તારીખે સાંજે  શરૂ થનારું આજનું પરંપરાગત રૂટ ઉપર લીમડા ચોક, દિવાન ચોક, સર્કલ ચોક થઈ મોડી રાત્રે બે વાગે હુસેન મંજીલ ખાતે પરત ફરશે. અલમના કમરે બની હાસિમના યુવાનો રક્ત રંજિત માતમ કરીને શહીદોને અંજલી આપે છે.

જૂનાગઢની પરંપરા મુજબ હુસેન મંદિર ખાતે 40 દિવસના ગમે હુસેનના વિવિધ કાર્યક્રમોમાં દરરોજ મજલીસ, માતમ દરમ્યાન આજે તારીખ 6 ના રોજ બહેનોમાં બપોરે મહેંદીની રસમ અદા કરવામાં આવશે. આજે મહેંદી અને આવતીકાલના અલગ શરીફ ના હિન્દુ મુસ્લિમ અને અકીદ્ત મંદોને સામેલ થવા હુસેન મંજિલના ગાદીપતિ સૈયદસફદર હુસેન બાપુ એ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.