Abtak Media Google News

સુરત મહાપાલિકાની 3, સુડાની 1, અમદાવાદ મહાપાલિકાની 1 અને ભાવનગર મહાપાલિકાની ડ્રાફ્ટ-પ્રિલીમીનરી ટીપી સ્કિમને મંજૂરી મળતા 26 હજારથી વધુ આવાસ બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતાં અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ 7 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે.મુખ્યમંત્રીએ આ જે 7 ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે તેમાં સુરતની 4 પ્રિલીમીનરી ટી.પી, અમદાવાદની અને ભાવનગરની 1-1 પ્રિલીમીનરી ટી.પી તેમજ બાવળાની 1 ડ્રાફટ ટી.પી નો સમાવેશ થાય છે.ભૂપેન્દ્ર પટેલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રારંભિક ટી.પી સ્કીમ નં. ર7 ભટાર-મજૂરા, સ્કીમ નં.પ1 ડભોલી, સ્કીમ નં. પ0 વેડ-કતારગામ અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ-સુડાની પ્રારંભિક ટી.પી સ્કીમ નં. 8પ સરથાણા-પાસોદરા-લાસકાણાની મંજૂરી આપી છે.સુરત મહાનગરપાલિકાની આ 3 પ્રારંભિક ટી.પી સ્કીમ મંજૂર થવાના પરિણામે બાગ-બગીચા, રમત-ગમતના મેદાન માટે કુલ 8.94 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. એટલું જ નહિ, જાહેર સુવિધાના કામો માટે 16.96 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.

આર્થિક રીતે નબળા વર્ગના ઊઠજ આવાસોના નિર્માણ માટે 8.પ8 હેક્ટર્સ જમીન પર 7600 આવાસોનું નિર્માણ થઇ શકશે.સત્તામંડળ-સુડાની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ 85  સરથાણા-પાસોદરા-લાસકણા મુખ્યમંત્રીએ મંજૂર કરી છે તેના કારણે જાહેર સુવિધાના કામો માટે 9.રપ હેક્ટર્સ, બાગ-બગીચા, રમત-ગમત મેદાનો જેવી સગવડ માટે 6.69 હેક્ટર્સ તેમજ પ100 ઊઠજ આવાસો નિર્માાણ થાય તે હેતુસર પ.7ર હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે. આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે 1.73 હેક્ટર્સ મળી સુડાની આ સ્કીમમાં અંદાજે કુલ ર3.41 હેક્ટર્સ જમીન અને સુરત મહાનગરની 3 પ્રારંભિક ટી.પી સ્કીમમાં કુલ 41.08 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. સુરત મહાનગરની ત્રણ પ્રારંભિક ટી.પી સ્કીમ સ્કીમ નં-51 ડભોલી સ્કીમ નં-ર7, ભટાર-મજૂરા અને સ્કીમ નં. પ0 વેડ કતારગામ ત્રણેયમાં આંતરમાળખાકીય સુવિધાના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર કુલ મળીને 6.84 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થવાની છે.અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ 81 લાંભા-લક્ષ્મીપૂરા-1 માં કુલ 19.68 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ પ્રિલીમીનરી ટી.પી સ્કીમમાં આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે 8.0પ હેક્ટર્સ જમીન મળશે. આ ઉપરાંત બાગ-બગીચા તેમજ રમત-ગમતના મેદાન માટે 3.1ર હેક્ટર્સ અને સામાજિક, આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અંદાજે ર700 આવાસોના નિર્માણ માટે 3.01 હેક્ટર્સ જમીન મળશે.

ભાવનગર મહાનગરપાલિકાની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ 7 અધેવાડાને પણ ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. આ સ્કીમ મંજૂર થવાના કારણે કુલ 11.3ર હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે અને બાગ-બગીચા, રમત-ગમત મેદાન તથા ખૂલ્લી જગ્યા માટે 1.પ7 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ર.81 હેક્ટર્સ તેમજ આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુ માટે 4.પ7 હેક્ટર્સ જમીન મળશે. આ ઉપરાંત ભાવનગરની આ પ્રિલીમીનરી ટી.પી નં.7 અધેવાડામાં ર.94 હેક્ટર્સ જમીન પર ર600 ઊઠજ આવાસોના બાંધકામ માટે પણ જમીન મળશે.મુખ્યમંત્રીએ આ ત્રણ મહાનગરો ઉપરાંત અમદાવાદ જિલ્લાની બાવળા નગરપાલિકાની ડ્રાફટ ટી.પી સ્કીમ નં.4 (બાવળા)ને પણ મંજૂરી આપી છે. આ સ્કીમમાં કુલ પ4.88 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે. બાવળાની ડ્રાફટ ટી.પી સ્કીમ નં.4માં આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર રપ.64 હેક્ટર્સ, ખૂલ્લા મેદાનો-બાગ બગીચા માટે 7.81 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 11.ર6 હેક્ટર્સ તથા 8 હજાર જેટલા ઊઠજ આવાસો માટે 8.9પ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.