Abtak Media Google News

જિલ્લા ચૂંટણી અધિકારી  અને કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર તા.1/10/2022ની મતદાર તરીકે લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત  જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિભાગોમાં મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી છે.

આ અંગેના અહેવાલો તા.12 ઓગસ્ટ – 2022ના રોજ બેઠકમાં ઉપસ્થિત રાજકીય પક્ષોના પ્રતિનિધી ઓને આપવામાં આવી હતી. આ બેઠકમાં રાજકીય પક્ષના પ્રતિનિધીઓને અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યુ હતુ કે, જિલ્લામાં તા.12/08/2022થી તા.11/09/2022 સુધી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશમાં રાજકીય પક્ષો પણ આગળ આવે અને નવા મતદારોની નોંધણી માટે પ્રયાસ કરે.

જિલ્લામાં આગામી તા.11/09/2022 સુધી દરેક બુથ પર નવા મતદારોની નોંધણી તેમજ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ ઝુંબેશ હાધ ધરવામાં આવશે. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.