Abtak Media Google News

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને વધુમાં વધુ સરકારની આરોગ્ય સેવાનો લાભ મળે તે માટે ચર્ચા કરાઈ

આજે સીએમ ભૂપેન્દ્ર પેટલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક ચાલી રહી છે. કેબિનેટમા રાજ્યમાં લમ્પી વાયરસની વર્તમાન સ્થિતિ અને સાતમ-આઠમના તહેવારો સહિતના મુદ્દે ચર્ચા થઈ રહી છે. સરકાર લમ્પી વાયરસનું સંક્રમણ અટકાવવા માટે એક્શન મોડમાં છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુઓના વેક્સિનેશન સહિતની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે.

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને વધુમાં વધુ સરકારની આરોગ્ય સેવાનો લાભ મળે તે માટે ચર્ચા હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યમાં વધુમાં વધુ લોકો પીએમજેવાય કાર્ડ યોજનામાં વધુ લાભાર્થી બને તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. તે મામલે કેબિનેટ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવશે.ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં નવા નીર આવકથી જળ સપાટી 135 મિટર પહોંચતા આ મામલે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં હાલ પશુઓમાં લમ્પી વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે જેના કારણે એક બાદ એક પશુઓ લમ્પી વાઇરસનો શિકાર બની રહ્યાં છે. લમ્પી વાઇરસના કારણે એનિમલ હેપલાઈનમાં આવતા ફોન કોલ્સમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યના 24 જિલ્લાઓની અંદર પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. ગત રોજ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં લમ્પી વાયરસના કુલ 2517 કેસો સામે આવ્યા હતા. જ્યારે 110 પશુઓના મોત નિપજ્યા હતા. મહત્વનું છે કે રાજ્ય સરકારનું પશુપાલન વિભાગ લમ્પી વાયરસને રોકવા માટે અવનવી યોજનાઓ તૈયાર કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.