Abtak Media Google News

48 કલાકમાં વધુ 1298 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત: સૌરાષ્ટ્રમાં 128 કેસ પોઝિટિવ

રાજ્યમાં રજાઓના માહોલ વચ્ચે કોરોના ફરી એકવાર વકરતો દેખાય રહ્યો છે. જેના ભાગરૂપે છેલ્લા 48 કલાકમાં રાજ્યમાં વધુ 715 કેસ પોઝિટિવ નોંધાયા છે જ્યારે 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. તો સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા 24 કલાકમાં વધુ 128 કેસ પોઝિટિવ નોંધાયા છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જન્માષ્ઠમીની રજાઓ નજીક આવતા કોરોના કેસ પણ વધતાં સામે આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 415 લોકો કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 663 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

તો રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં કુલ 715 કેસ પોઝીટીવ નોંધાયા છે અને ત્રણ દર્દીઓએ સારવારમાં દમ તોડ્યો છે જ્યારે છેલ્લા 48 કલાકમાં ગુજરાતમાંથી 1298 દર્દીઓ સાજા થયાનું સામે આવ્યું છે.

તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના 128 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં ભાવનગર જિલ્લામાં 11 મોરબી-પોરબંદરમાં 7-7, ગીર સોમનાથ-સુરેન્દ્રનગરમાં 4-4 જૂનાગઢ જિલ્લામાં બે કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.

રાજકોટ જિલ્લામાં વધુ 67 લોકો કોરોનાગ્રસ્ત: 27 ડિસ્ચાર્જ

રજાના માહોલ વચ્ચે રાજકોટ અને તેના તાલુકાઓમાં કોરોનાઓનો કેસ વધતા જોવા મળી રહ્યા છે રાજકોટ જિલ્લામાં કુલ 67 પોઝિટિવ કેસ નોંધ્યા છે જ્યારે તેમાંથી શહેરમાં 47 લોકો કોરોના સંક્રમિત થયા છે છેલ્લા 48 કલાકમાં રાજકોટમાં 67 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઇ કાલે રાજકોટ શહેરમાં 27 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. હાલ રાજકોટ શહેરમાં કુલ 269 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે રાજકોટ શહેરમાં અત્યાર સુધી કુલ 75,180 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ વધુ 15 દર્દીઓ કોરોનાની ઝપટે ચડ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.