Abtak Media Google News

થોડા સમય પહેલા જ ગ્રીષ્માની સરા જાહેર હત્યાના લીધે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં ફરી એક વખત આવી ઘટના બની છે જેમાં ૧૬ વર્ષીય સગીરાની સરાજાહેર હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટના ખેડા જિલ્લાના ત્રાજ ગામની છે જ્યા બસ સ્ટેન્ડ પાસે સાંજના સુમારે ગામની એક સગીરાની જાહેરમાં ગળુ કાપી નાંખી હત્યા કરવામાં આવી હતી. ત્યારે ખેડા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

શું હતી સમગ્ર ઘટના ?

આ ઘટના ખેડા જિલ્લાના ત્રાજ ગામની છે જ્યાં કૃપા પટેલ નામની ૧૬ વર્ષીય સગીરા સાંજના સમયે ગામમાં મહાદેવના દર્શન કરવા ગઇ હતી અને વળતા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ પાન સેન્ટરમાં કોલ્ડડ્રિંક લેવા આવી હતી. ત્યારે ગામમાં જ રહેતો રાજુ નામનો 46 વર્ષીય શખ્સે કૃપાને પકડી લીધી હતી અને પોતાની પાસે રહેલ ધારદાર હથિયારથી કૃપાનું ગળું કાપી કાપી નાખ્યું હતું. અને હાથમાં પણ છરીના ઘા ઝીંક્યા હતા.

સ્થાનિકો દ્વારા કૃપાને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલા જ કૃપાને સારવાર મળે તે પહેલા જ કૃપાનું મોત થઇ ગયું હતું. આરોપીએ પોલીસને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.