Abtak Media Google News
પોલીસ ત્રણ શખ્સોની ધરપકડ કરી કુલ રૂ.4 લાખનો  મુદામાલ કર્યો કબ્જે

જામજોધપુર નજીક સત્તાપર ગામના પાટીયા પાસેથી એક કારમાં ઈગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જે બાતમીનાં આધારે પોલીસે વોચ ગોઠવી એક ઈનોવા કાર ને અટકાવી હતી. અને તેની તપાસ કારમાંથી અલગ અલગ બ્રાન્ડની 268 નંગ ઈગ્લીશ દારૂની બોટલો મળી હતી.

પોલીસે કાર અને દારૂ વગેરે સહિત રૂપીયા ચાર લાખનો  મુદામાલ કબ્જે કર્યો છે. જયારે કારની  અંદર બેઠેલા વાંસજાળીયાના પરેશ ઉર્ફે પરીયો છગનભશ, હિંગળાજીયા, જયેશ ઉર્ફે લખન કારાભાઈ મોરી, તેમજ ભરત જીતુભાઈ કોળીની અટકાયત કરી લેવામાં આવી છે.

પોલીસ દ્વારા ત્રણેયની પૂછપરછ  દરમિયાન દારૂનો જથ્થો કાનાભાઈ લાખાભાઈ મોરી,   પબાભાઈ મેરાભાઈ મોરી,  અને રાકેશ  મેરાભાઈ મોરી જેઓએ દારૂનો જથ્થો સપ્લાય કર્યો હોવાનું તેમજ જામખંભાળીયાના ગાયત્રી નગરમાં રહેતા પ્રતાભિસિંહ ઉર્ફે મુન્નો  ટકો   રણજીતસિંંહ જાડેજાએ ઉપરોકત  દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.