Abtak Media Google News

સોશિયલ મીડિયાના માધ્યમથી  45થી વધુ દેશોમાં ભક્તોએ જીવંત પ્રસારણનો લાભ લીધો

અબતક,અતુલ કોટેચા વેરાવળ

શ્રાવણ માસની પુર્ણીમા,ચાર સોમવારો,જન્માષ્ટમી,સાતમ-આઠમ, અગીયારસ, માસિક શિવરાત્રી, અમાસ સહિતના પર્વો હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં   ઉજવાયા હતા. સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને 10 લાખ થી વધુ ભક્તો ધન્ય બન્યા હતા. ખાસ કરીને શ્રાવણના સોમવારો દરમ્યાન યોજાતી પાલખીયાત્રા, માસિક શિવરાત્રિ પર્વે યોજાતા પ્રહર પુજનમાં જ્યોત પુજન, મહાપૂજા, મહાઆરતિ યાત્રીકોની સવિશેષ હાજરી નોંધાઈ હતી.

શ્રાવણ માસ પર્યન્ત દેવાધિદેવ સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા 390 ધ્વજા રોપણ, 510 સોમેશ્વર મહાપૂજન, 84 સવાલક્ષ બિલ્વપૂજા, 6865 રૂદ્રાભિષેક, 2,493 બ્રાહ્મણભોજન સહિતની પુજાવિધિ સાથે  4595 મહામૃત્યુંજય મંત્રજાપ  કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસ પર્યન્ત શ્રી સોમનાથ યજ્ઞશાળા ખાતે વિશ્વકલ્યાણ માટે યોજવામાં આવતા મહામૃત્યુજય યજ્ઞ અંગે શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. જેના કારણે માસ પર્યન્ત 16,088 યાત્રીકો એ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી આમ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને 3,37,848 યજ્ઞઆહુતિ અર્પણ કરવામાં આવી હતી.

શ્રાવણ માસ દરમીયાન યાત્રીકો દ્વારા સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા પુજાવિધિ,ડોનેશન સ્વરૂપે કેશ, ઇ-પેમેન્ટ ,કાર્ડ સ્વાઇપ, દ્વારા 2.37 કરોડની રકમ અર્પણ કરવામાં આવેલ. 30.23 લાખની કુલ કિમતના ધાર્મિક પૂજાવિધિ માટે ઉપયોગમાં લઈ શકે તેવા ચાંદિના સીક્કા યાત્રીકોએ સ્મૃતિ ચિહ્ન તરીકે ખરીદ્યા હતા. સોમનાથ મહદેવની પ્રસાદી સ્વજનો માટે સાથે લઈ જવા માટે યાત્રીઓમાં હમેશા ઉત્સાહ જોવા મળે છે. ત્યારે યાત્રીઓની સુલભતા માટે શ્રાવણ માસ દરમિયાન ટ્રસ્ટ દ્વારા વધુ પ્રસાદ  કાઉન્ટર શરૂ કરાયા હતા, જેનો લાભ લઇ યાત્રીઓ પોતાના અને સ્વજનો માટે 3.23 કરોડનો પ્રસાદ સાથે લઇ ગયેલ હતા. મંદિરની પ્રસાદ, પુજાવિધી, ડોનેશન,ચાંદિના સીક્કા સહિતની કુલ આવક 5.90 કરોડ જેટલી થયેલ હતી.

શ્રાવણ દરમિયાન અનેક મહાનુભાવોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં દેશના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ  વૈકૈયા નાયડું જી, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્યસભા સાંસદ   પ્રકાશ જાવડેકર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  નિમાબેન આચાર્ય, ગુજરાત રાજ્યના મંત્રી ઓ સર્વ   જીતુભાઇ વાઘાણી,  પુર્ણેશભાઇ મોદી,   કુબેરભાઇ ડીંડોર,  નરેશભાઇ પટેલ,  મનિષાબેન વકીલ, ઉપરાંત કર્ણાટકના પુર્વ રાજ્યપાલ  વજુભાઇ વાળા, પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી, સહિતના મહાનુભાવો સોમનાથ પધાર્યા હતા. શ્રાવણમાસમાં સોમનાથ મહાદેવના દર્શન કરોડો લોકોને ઘરે બેઠા થઈ શકે તેના માટે સોશ્યલ મીડીયા મહત્વનું માધ્યમ બન્યુ હતું. જેમાં ટ્રસ્ટ દ્વારા વિવિધ શોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર 45 દેશમાં વસતા 12.75 કરોડ થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના નિત્યદર્શન, પુજા, આરતી, જીવંત પ્રસારણ સહિતનો લાભ લીધો હતો.

Dji 0589 Edited
default

શ્રાવણ માસ દરમીયાન દેશ-વિદેશમાં વસતા 2,126 ભક્તોએ ઓનલાઈન પુજાનો ઓનલાઇન માધ્યમથી ઇ-સંકલ્પ કરી  હજારો કિમી દૂર બેસીને પણ સોમનાથના સાનિધ્યનો અનુભવ કર્યો હતો.

શ્રાવણ દરમ્યાન  ટ્રસ્ટીગણ ના માર્ગદર્શન હેઠળ  સેક્રેટરી  યોગેન્દ્રભાઇ દેસાઇ ના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓ દ્વારા સુંદર વ્યવસ્થામાં ગોઠવવામાં આવેલ હતી.શ્રાવણ માસ દરમ્યાન વ્યવસ્થામાં રાખવામાં આવેલ પોલીસકર્મીઓ એસઆરપીના જવાનો  તેમજ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સારી રીતે આયોજનબદ્ધ ગોઠવવામાં આવી હતી.

‘અબતક’ મીડીયાના યુ-ટયુબ ચેનલ, ફેસબુક ચેનલ તેમજ  ઈન્સ્ટાગ્રામના પેઈજ પર લાઈવ થતા સોમનાથ મહાદેવના દર્શન વિદેશોમાં  પણ પ્રસારણ  થતા ખૂબજ  બહોળી સંખ્યામાં  ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.