Abtak Media Google News

આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી

નેશનલ હાઇવે પર આવેલા શક્તિમાન કારખાનામાં અકસ્માતે મશીન માથે પડતા મિકેનિકલનું મોત નીપજ્યા ની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે  હડમતાળા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા શક્તિમાંન કારખાનામાં કામ કરતા રાજપાલસિંહ નવલસિંહ જાડેજા ઉ.વ.22 રહે.સૈનિક સોસાયટી ની  માથે મશીન પડતા યુવાનનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાન મિકેનિકલ તરીકે મશીન રિપેરિંગનું કામ કરતા હતા. એક મશીનમાં ફોલ્ટ આવતા તેને ઉપર કરી નીચેથી ટાયર વગેરે બદલવાની કામગીરી થઈ રહી હતી ત્યારે જ આ બેટરી ટ્રેકર મશીન માથે પડતા રાજપાલસિંહ ના માથા માં ગંભીર ઇજા થવા પામી હતી.

તેમને લોહી લુહાણ હાલતમાં તુરંત રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયાં માથામાં ગંભીર ઇજા હોવાથી સારવાર દરમ્યાન તેણે દમ તોડી દેતા પરિવારમાં શોકમગ્ન  બનવા પામ્યો હતો.પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રાજપાલસિંહ નો બે ભાઇઓ નો પરિવાર હતો અને તે અપરણીત હતા. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં શોક છવાયો છે. કોટાસાંગાણી પોલીસના મનોજભાઈ કટેશીયા અને અન્ય સ્ટાફે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી  કાર્યવાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.