Abtak Media Google News

શિક્ષણ દિન નિમિતે રાજય કક્ષાની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લવી રાધાકૃષ્ણના જન્મદિવસ અવરે પ સપ્ટેમ્બરે તાલુકા, જીલ્લા, રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનીત કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજયકક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતના અઘ્યક્ષ સ્થાને ટાગોર હોલ અમદાવાદ ખાતે યોજાયલ હતો.

આ વર્ષે આ એવોર્ડ માટે વિવિધ ઝોન વાઇઝ કુલ 44 શિક્ષકોને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રસંશનીય કામગીરી બદલ પસંદ કરવામાં આવેલ. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાંથી રાજયકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત માટે ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામની માઘ્યમિક શાળા એમ.જે. પટેલ હાઇસ્કુલના મદદનીશ શિક્ષક રાજેશભાઇ એમ. રાજયગુરુની પસંદગી થયેલ હતી. આ કાર્યક્રમમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શિક્ષક રાજેશભાઇ એમ. રાજયગુરુને શાલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા પ્રશસ્તિ પાત્ર અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાધાણીના દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનીત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમોમાં આમંત્રીત મહેમાનો તથા શિક્ષણ જગતના પદાધિકારીઓની વિશેષ અને પ્રેરક ઉ5સ્થિતિ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.