Abtak Media Google News
ગરબા ડેકોરેશન અને ગાંધી જયંતિ નિમિતે ગાંધી ચિત્ર સ્પર્ધા યોજાઈ

દર વર્ષે બાલભવન રાજકોટ દ્વારા નવરાત્રીનું એકમાત્ર એવું આયોજન કરવામાં આવે છે કે જ્યાં ફક્ત બાળકો ઓરકેસ્ટ્રાનાં તાલમાં, જગમગાટ રોશની તેમજ વિઝયુઅલ સ્ક્રીન ઇફેક્ટ અને માતાજીની આરાધના સાથે ઝુમી ઉઠે છે. ત્રણ વર્ષ બાદ બાલભવન રાજકોટનાં મંત્રી મનસુખભાઇ જોષી અને ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન)નાં માર્ગદર્શન હેઠળ બાલભવનનાં ઓફિસ સુપ્રીન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસ તથા બાલભવનની ટીમ દ્વારા બાળકો માટે તા. 26-09-2022 થી તા.05-10-2022 બાલભવનનાં વિશાળ જોકર ગ્રાઉન્ડમાં ઓરકેસ્ટ્રા સાઝ ઔર આવાજનાં તાલે રાત્રે 8:30 થી 11:30 દરમ્યાન 5 થી 10 વર્ષ (ગૃપ – એ) 11 થી 16 વર્ષ (ગૃપ – બી) પ્રમાણે સીઝન પાસ ધરાવતા બાળ ખેલૈયાઓએ ગરબા -ડાંડિયારાસની રમઝટ બોલાવી સાથે સનેડો, ભાઇભાઇ, અને ટીટોડાનાં તાલમાં પણ ઝુમ્યા તથા બાલભવનની ખાસ વંદે માતરમ કૃતિ તો બાળકોની સાથે ઉપસ્થીત તમામ મહેમાનો – વાલીઓનાં મનમાં વસી ગઈ છે. રોજેરોજ 40 જેટલા બાળકોને પ્રિન્સ/પ્રિન્સેસ જાહેર કરી ઇનામ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવતી પરંપરા આ વર્ષે પણ જળવાઇ રહી છે. તથા ડેઇલી પાસ ધરાવતા બાળકોમાંથી પણ વિજેતાઓને ઇનામ આપી સન્માનીત કરાયા તેમજ ગરબા ડેકોરેશન અને ગાંધી જયંતિ નિમિતે ગાંધી ચિત્ર સ્પર્ધા યોજાય હતી.

આઠમાં નોરતે એટલે કે તા.03-10-2022ને સોમવારના રોજ નિરજભાઇ પાઠક, પ્રિતીબેન પાઠક, અમીતભાઇ દવે, માધવીબેન દવે, પ્રવિણભાઇ વૈદ્ય, તૃપ્તિબેન જોષી, સંજયભાઇ સાગઠિયા, કમલેશભાઇ મશરૂ અને અજયભાઇ બસીયા સહીતનાં મહેમાનોએ માં જગદંબાની આરતીથી કાર્યક્રમની શરૂઆત કરી તેમજ નિર્ણાયકો સંગીતાબેન પોપટ, તૃપ્તિબેન ઉનડકટ, સેજલબેન રાયઠઠ્ઠા, કિંજલબેન અનડકટ દ્વારા આજનાં તમામ બાળ પ્રિન્સ / પ્રિન્સેસ વિજેતાઓનાં ચયન માટેની ભૂમિકા અદા કરી. બાલભવન રાજકોટનાં માનદ મંત્રી મનસુખભાઇ જોષી અને ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) સાથે માનવંતા મહેમાનોનાં વરદ્ હસ્તે તમામ વિજેતાઓને ઈનામ વિતરણ કરાયું. બાલભવન રાજકોટનાં ઓફિસ સુપ્રીન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસનાં મેનેજમેન્ટ સાથે કાર્યકમનું સંચાલન પલ્લવીબેન વ્યાસ દ્વારા કરાયું હતું.

મેગા ફાઇનલમાં બાળ ખેલૈયાઓએ નિર્ણાયકોની કરી કપરી કસોટી

બાલભવન રાજકોટ આયોજીત નવરાત્રી મહોત્સવમાં નવમાં નોરતે એટલે કે તા.04-10-2022ને મંગળવારનાં રોજ મેગા ફાઇનલ યોજાયો. સાંજે 7:00 વાગ્યે શરૂ થયેલ મેગા ફાઇનલમાં 11:45 સુધી નિર્ણાયકોની પરીક્ષા થતી રહી. જેના અંતે 5 થી 10 વર્ષ (ગૃપ – એ) બોયઝ, 5 થી 10 વર્ષ (ગૃપ – એ) ગર્લ્સ, 11 થી 16 વર્ષ (ગૃ5 – બી) બોયઝ, 11 થી 16 વર્ષ (ગૃપ – બી) ગર્લ્સ એમ ચાર ગૃપમાં પાંચ પાંચ એટલે કે ટોટલ 20 મેગા ફાઇનલનાં બાળ પ્રિન્સ – પ્રિન્સેસનું ચયન થયું. જેમાં 5 થી 10 વર્ષ (ગૃપ – એ) બોયઝમાં જેનીલ એસ. રાજાણી, સિધ્થ એ. પાટડીયા, શ્યામ બી. રૂઘાણી, વીર વી. સુરતી, રાધેશ એચ. પોપટ જ્યારે 5 થી 10 વર્ષ (ગૃપ – એ) ગર્લ્સમાં ઝીયા એમ. આડેસરા, બેન વી.જાની, હિરવા જે. ઉનડકટ, હાર્દિ એન. સેજપાલ, હિયા ડી. જાની, તેમજ 11 થી 16 વર્ષ (ગૃ5 – બી) બોયઝમાં જય એન. રાયચુરા, અક્ષત કે. કાથરાણી, જેવીન એન. વિઠ્ઠલાણી, માધવ બી. ભોજાણી, યુવરાજ બી. વ્યાસ અને 11 થી 16 વર્ષ (ગૃ5 – બી) ગર્લ્સમાં વંશી કે. કક્કડ, નુપુર એમ. કામલીયા, દ્રષ્ટિ એ. હિરપરા, ઉર્વશી એ.માવદીયા, ધાર્મી જે. બગડાઇ સહિત ટોપ-20 વિજેતા જાહેર થયાં હતાં. ઉપરાંત ચારે ચાર ગૃ5માં દશ દશ એટલે કે ટોટલ 40 પ્રોત્સાહન વિજેતાઓને પણ બહોળા ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.