Abtak Media Google News

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ  કેન્દ્ર સરકારના  ગૃહ અને  સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે સવારે ઉતર ગુજરાતના ભાજપના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો. તેઓએ કાર્યકતાઓને દિવાળીની શુભકામના પાઠવી ચૂંટણી માયે તૈયાર રહેવા આહવાન કર્યું હતુ.

ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે બનાસ કાંઠા જિલ્લાના પાલનપુર ખાતે બનાસ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ખાતે ઉતર ગુજરાતના ભાજપના કાર્યકરો, જિલ્લાના સંગઠનના હોદેદારો વિવિધ હોદા પર જવાબદારી નિભાવી રહેલા ચૂંટાયેલા પદાધિકારીઓ પૂર્વ પદાધિકારીઓ તથા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ માટે સંવાદ કર્યા  હતો. તેઓએ  તમામને ચૂંટણી લક્ષી માર્ગદર્શન પુરૂ પાડયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.