Abtak Media Google News

આણંદ જિલ્લાની પેટલાદ સોજીત્રા સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી પ્રતિ વર્ષ 12 કરોડથી વધુ ટર્નઓવર ધરાવે છે

ગુજરાતની સોલર પોલિસી ઘણાં રાજ્યો માટે મોડેલ બની છે અને હવે ગુજરાતના એક ગામ અને અહીંના ખેડૂતો દેશનાં અન્ય ગામો અને ખેડૂતો માટે સૌર ઉર્જાના યોગ્ય ઉપયોગ માટે એક અનોખુ મોડેલ આપે છે.ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલ અનેક ગામોમાં સૌર સિંચાઈ સહકારી સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. જેની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી. પેટલાદ સોજીત્રા સૌરઉર્જા ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની શરૂઆત કરવામાં આવી હતી. મુખ્ય હેતુ એ હતો કે અમુલ કો ઓપરેટિવ મોડલ ને શોર ઉર્જા ક્ષેત્રે અપનાવવામાં આવે ત્યારે પેટલાદ સોજીત્રા સૌર ઉર્જા ઉત્પાદક મંડળી માત્ર ચાર જ વર્ષમાં 12,000 કરોડ સુધીના ટન ઓરે પહોંચી ગઈ છે.

Advertisement

એટલુંજ નહીં આણંદ જિલ્લામાં સાત જેટલી અન્ય મંડળીઓ કાર્યરત છે જેના માટે એક વિશેષ ક્લસ્ટર ઊભું કરવામાં આવ્યું છે જે આણંદ જિલ્લાના આશરે 18 જેટલા ગામડાઓ ને કવર કરે છે. અત્યાર સુધી લોકો ચોર એટલે કે સૂર્ય ઉર્જા ના ઉત્પાદન માટે કાર્ય કરતા હતા પરંતુ ટેકનોલોજી આવતાની સાથે હવે આ મંડળી પાસે અન્ય રાજ્યની વિવિધ સંસ્થાઓને પાવર એટલે કે ઉર્જા પૂરી પાડવા માટે નેક વિશાળ તક ઉભી થઈ છે જેનું મુખ્ય કારણ એ છે કે પેટલાદ કો ઓપરેટીવ મંડળી પાસે પૂરતા પ્રમાણમાં ઉર્જાનો જથ્થો સંગ્રહિત થયેલો છે. આથી ખેડૂતો કે જે વીજળી ઉત્પાદન કરી રહ્યા છે તેઓને ખૂબ સારા એવા રૂપિયા પણ મળે છે. પેટલાદ મંડળી પાસે ત્રણ ખેતીને લગતા ફીડરો છે જે પ્રથમ ઇશનવ ગામ ત્યારબાદ ત્રંબોવડ ગામ અને આશાપુરી ગામમાં છે . ત્રણેય ગામમાં સંયુક્ત રીતે 24 હજાર યુનિટ પ્રતિ દિવસ ઉત્પાદન કરવામાં આવે છે અને 388 જેટલા ખેડૂતોને તેનું વિતરણ પણ કરાય છે.

વર્ષ 2018માં સરકાર દ્વારા લોન્ચ થયેલી સૂર્ય શક્તિ કિશન યોજના અંતર્ગત જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓને તેમના વપરાશ આધારિત અને તેના લોડ આધારિત સૌર ઊર્જા ઉત્પાદન ની ક્ષમતા ઊભી કરવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થ ખેડૂતોને રાજ્ય સરકાર પાસેથી 30 ટકા સબસીડી મળે છે અને નાબાર્ડ પાસેથી 35% જેટલી લોન પણ મળે છે અને બાકી રહેતા પાંચ ટકા તે ખેડૂતે ભોગવવાના રહેતા હોય છે. હાલ ખેતી વાડીમાં ખેડૂતોને સૌથી વધુ પ્રશ્નો સિંચાઈનો હોય છે કે પૂરતી વીજળીના અભાવે જે પાણી ખેતીને મળવું જોઈએ તે મળી શકતું નથી પરંતુ સોલાર એટલે કે સૌર ઊર્જા પદ્ધતિને અપનાવ્યા બાદ હવે અનેક ખેડૂતો 12 કલાક સુધી પાણી ખેતીમાં લઈ શકે છે.

ઉર્જા ઉત્પાદનની સાથોસાથ મંડળી રોજગારીની પણ તકો ઊભી કરે છે જેમાં હાલ પેટલાદ મંડળી પાસે 23 જેટલા કર્મચારીઓ ને રોજગારી આપવામાં આવી છે જેમાં એન્જિનિયરો નો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ કો-ઓપરેટીવ મંડળી દ્વારા તેમના ક્લાઈન્ટો ખૂબ વધુ છે જેમાં સોજીત્રા તારાપુર ખંભાત ઉમરેઠ આણંદ જિલ્લાના અન્ય ગામોને ખેડા જિલ્લાનો પણ સમાવેશ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.