Abtak Media Google News

સામાન્ય સભાનો એજન્ડા માત્ર બે દિવસ પહેલા જ મોકલી પ્રશ્ર્નો પૂછવાની તક ન આપ્યાની રાવ

રાજકોટ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અર્જૂન ખાટરીયાએ  સામાન્ય સભાનો એજન્ડા બે દિવસ અગાઉ જ મળ્યાનો પત્ર જિલ્લા પંચાયત પ્રમુખને મળ્યો હતો. રાજકોટ જિલ્લા પંચાયતમાં આવતી કાલે   03/11 ના રોજ સામાન્ય સભા હોય ,   પંચાયત શાખા ઘ્વારા 2 ( બે ) દિવસ પહેલા જ સામાન્ય સભાનો એજન્ડા મળેલ છે . આપની કક્ષાએથી તંત્ર ધ્વારા શુ આ પ્રકારની કામગીરી થઈ રહેલ છે એ વ્યાજબી છે ?

હું રાજકોટ જિલ્લા પંચાયતનો વિપક્ષ નેતાને શુ આપના તંત્ર ધ્વારા મને કંઈક એવુ લાગે છે કે અમારાથી અને અમારા પ્રશ્નોથી જિલ્લા પંચાયત શાસક પક્ષ કંઈક છુપાવતું હોય યા તો ગેરમાર્ગે દોરી રહયુ હોય એ સ્પષ્ટ જણાઈ આવે છે . સામાન્ય સભામાં અવારનવાર ચર્ચા થઈ છે કે એજન્ડા મોકલવાની સાથે ટેલિફોનિક જાણ પણ કરવી તેમજ જિલ્લા પંચાયતના વોટસએપ ગ્રુપ ચાલી રહયુ છે તેમા પણ એજન્ડા મુકવા છતા પણ આ બાબતની કોઈ નોંધ લેવામાં આવી નથી . સામાન્ય સભા ખબ અગત્યની હોય છે .

એમાંય ખાસ કરીને વિપક્ષ તેના તરીકે પ્રશ્નોતરીની બાબતની મારી ભૂમિકા જરૂરી હોય આપનું જિલ્લા પંચાયત તંત્ર કયાંકને કયાંક હાથતાળી આપતુ હોય ભાગતુ હોય એવુ ફલિત થાય છે . એજન્ડા મળ્યે 7 દિવસ પહેલા પ્રશ્નો પુછી શકાતા હોય છે પરંતુ હવે એજન્ડા મોડા મળ્યાથી આ સામાન્ય સભામાં હાજર રહેવા અને ખાલી મૌન બેસી રહેવાનો કોઈ અર્થ નથી માટે તંત્રની આ લાપરવાહી માનવી કે જિલ્લા પંચાયતના શાસકો ધ્વારા પ્રશ્નોથી બચવા માટેની સુનિયોજિત ગોઠવણ માનવી અને જિલ્લા પંચાયતના શાસકો વિપક્ષથી ડરીને ભાગતા હોય એવુ સ્પષ્ટ જણાઈ આવે છે .   તેમ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતાઅર્જૂનભાઈખાટરીયાએ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.