Abtak Media Google News

વિજયા દશમી દશેરા ના દિવસે નાગપૂરના રેશમબાગ મેદાન પર જેમણે બેવાર ગૌરિશંકર પર્વતને સર કર્યો છે એવા પર્વતારોહી અને પદ્મશ્રી શ્રીમતી સંતોષ યાદવના અધ્યક્ષ સ્થાને આયોજીત સંઘ સ્થાપના દિવસે પોતાના ઉદબોદ્ધનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક શ્રી ડો.મોહન ભાગવતે ઉપર્યુકત વેદમંત્રનું પૂન: ઉચ્ચારણ કર્યુ.સંવિધાન નિર્માતા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડક્કરની એ વાતને દોહરાવતા મોહનજીએ કહ્યુ કે બંધારણના કારણે આપણો આર્થિક અને રાજનીતિક સમાનતાનો માર્ગ તો નક્કી થઇ ગયો પરંતુ સામાજિક સમાનતા લાવ્યા વિના વાસ્તવિક અને સ્થિર પરિવર્તન લાવી શકાશે નહી.આવી ચેતવણી બાબાસાહેબે આપણને સહુને આપી હતી.પછીથી કહેવાયેલા સ્વરુપે આ ઉદ્દેશ્યને ધ્યાનમા રાખીને કેટલાય નિયમો વગેરે બન્યા.પરંતુ વિષમતાનુ મૂળ તો મનમાં તથા આચરણની આદતોમાં જ નિહિત છે.

વ્યક્તિગત ત્થા કૌટુમ્બીક સ્તર પર , પરસ્પરની મિત્રતામાં, સહજ અનૌપચારિક હળવા-મળવામાં, સાથે બેસવામાં સંબંધ બનતા નથી.સામાજિક સ્તર પર એક મંદિર ,એક કુવો અને એક સ્મશાન બધા હિન્દુઓ માટે ખુલ્લા હોતા નથી.ત્યાં સુધી સમાનતાની વાતો માત્ર સ્વપ્નની વાતો જ રહી જશે.જે પરિવર્તન ની અપેક્ષા તંત્ર પાસે કરવામાં આવે છે તે વાતો અને તેના થકી પરિવર્તન આપણા આચરણમાં આવે તો પ્રક્રિયાને ગતિ અને બળ મળશે.તે સ્થિર બની શકશે.આવુ ન થવાથી પરિવર્તનની પ્રક્રિયામાં અવરોધ ઉભા થાય છે.અને પરિવર્તનની પ્રક્રિયા સ્થિર બની શકતી નથી.પરિવર્તન માટે સમાજની વિશિષ્ટ માનસિકતાને બનાવવી એ અનિવાર્ય પ્રાથમિક શરત છે.આપણી વિચાર પરંપરા પર આધારિત ઉપભોગવાદ અને શોષણથી રહિત વિકાસને પ્રાપ્ત કરવા માટે સમાજથી અને સ્વયંના જીવનથી ભોગવૃતિ અને શોષણ પ્રવૃતિને જડમૂળથી કાઢી નાખવી પડશે.

ભારતીય સંસ્કૃતિ માં નિહિત સામાજિક પરંપરા માં જ્ઞાતિ-જાતિ , ઉચ્ચ-નિચ વગેરેના ભેદભાવોને કયારેય પ્રાચિન સમયમાં સ્થાન રહ્યુ નથી.સેલ્યુકસનો રાજદ્રારિ મેગસ્થનિજે ઇસા પૂર્વે 299 થી 304 દરમ્યાન મૌર્યવંશના શાસનકાળના જે ભારતનું વર્ણન પોતાના પૂસ્તક ’ઇન્ડિકા’ માં તત્કાલીન ભારતની સામાજિક-આર્થિક અને રાજકીય વ્યવસ્થાઓનું જે વર્ણન કર્યુ એનો બાદમાં કુલદીપ કુમાર નામના લેખકે હિન્દીમાં અનુવાદ કર્યો છે એ મુજબ મહાભારતના શાંતિપર્વમાં ભિષ્મ પિતામહે જે પ્રજાતંત્રનો પ્રથમવાર ઉલ્લેખ કરેલો એવા પ્રજાતંત્રમાં વિભિન્ન ભાષા – પંથ – રંગ – રુપ – બોલી બોલતા લોકો એકબીજા સાથે સંપથી સહઅસ્તિત્વ ધરાવતા હતા.સામાજિક ન્યાય વ્વસ્થાઓમાં તત્કાલીન રાજાઓમાં ’સેન્સ ઓફ જસ્ટીસ’ હતી જે કયારેય બીજાના શોષણ કે આધીપત્યને અનુમતી આપતી ન હતી.રામાયણના રચયિતા એવા આદિ કવિ મહર્ષિ વાલ્મિકીને દિનાંક 9 ઓકટોમ્બરના દિવસે કાનપૂર ખાતે માલ્યાર્પણ કર્યા બાદ મોહનજીએ પોતાના એ વકતવ્યનો પૂન: ઉચ્ચાર કર્યો અને જણાવ્યુ કે જો મહર્ષિ વાલ્મિકી ન હોત તો આ દુનિયાને રામનો પણ પરિચય ન થયો હોત.આજ વાત પોતાના અજયમેરુ ખાતેના પ્રવચનમાં સામાજિક સમરસતાનો સંદેશ આપતા પ્રવચનમાં સરકાર્યવાહ શ્રી દત્તાત્રેયજીએ પોતાના પ્રવચનમાં દોહરાવી.આ એજ સમાજ અને સંસ્કૃતિ છે

જેના આદર્શ પુરુષ એવા ભગવાન રામે કોઇપણ નાત-જાતના ભેદભાવ વગર ગિરીકંદરા વાસી કોલ-કિરાતોના પ્રતિનિધી એવા નિષાદરાજ ગુહને ગળે લગાડી પોતાન મિત્ર કહ્યા એમને ત્યાં નિવાસ કર્યો તો ગંગા પાર કરાવનાર કેવટના રુણનો સ્વીકાર કર્યો.ભગવાન કૃષ્ણ થી લઇ અને શિવાજી મહારાજ સુધીના શાસકોએ સમાજના અંતિમ છોર પર બેઠેલા સામાન્ય જનની ચિંતા કરિ એમને સાથે લઇ અનેક યુદ્ધો લડ્યા સેનામાં સરસેનાપતિ બનાવ્યા.ગીતામાં તો ભગવાન કૃષ્ણે તો કર્મ આધારિત વ્વસ્થાની સ્પષ્ટતા કરતા કીધુ કે ’ચાતુર્વણ્યમ્ મયા સૃષ્ટમ્ , ગુણ-કર્મ વિભાગશ:’ કર્મ આધારિત સમાજ વ્યવસ્થાને પ્રાધાન્ય આપ્યુ.કાલાંતરે થયેલા આક્રમણો અને અસ્તિત્વમાં આવેલી એક અંધકારમય યુગાનુકુલ વ્યવસ્થા અને ત્યારબાદ સમાજને વિભાજિત રાખી રાજ કરવાની એ કુટીલ અંગ્રેજી વ્યવસ્થા જે હંમેશા એવુ ઠસાવવાનો પ્રયાસ કરતી કે ભારતની પ્રજા ક્યારેય એક પ્રજા હતી જ નહી તેનું સંપૂર્ણ ખંડન ’હીન્દ સ્વરાજ’ પૂસ્તકમાં ગાંધીજીએ સ્વયં કર્તા લખ્યુ છે કે અંગ્રેજોના આવ્યા પહેલા અને પછી પણ ભારતની પ્રજા એક હતી અને છે.એનું વૈવિધ્ય એ એની સુંદરતા છે.જે કયારેય એક પદ્ધતિના ઉપાસકો એવા અંગ્રેજોની સમજથી પરે છે.સમાજ વ્યવસ્થામાં વ્યાપ્ત અસ્પૃશ્યતા અને છૂઆછુતના એ દોષોને સમાજમાંથી દુર કરિ અને નિરંતર અને સ્થાયી વિકાસ માટે ભગવાન બુદ્ધ ,રામાનુજાચાર્ય થી લઇ સ્વામી વિવેકાનંદ , ડો.આંબેડકર અને ગાંધીજી સહિતના અનેક ધાર્મિક-સામાજિક નેતૃત્વના ભગીરથ અને અણથક પ્રયાસો થકી સમાજમાંથી આવા ભેદો દુર કરવાના સતત અને નિરંતર પ્રયાસો થયા છે.

એક કુવો કહેવાનો ભાવાર્થ લોકોને પાણી પુરુ પાડતા જળસ્ત્રોતો પર આવા કોઇપણ વિભેદ વગર સમાન અધીકાર હોય.1924 નો એ સમય પણ ભારતમાં પ્રવર્તમાન હતો જયારે કોઇ અનુ.જાતિનો વ્યક્તિ પાણીના તળાવ માંથી એક પીવાના પાણીનો ગ્લાસ પણ ભરી લે તો કહેવાતો ઉચ્ચવર્ગ એને પીડા આપતો જેનો વિરોધ કરવા બાબા સાહેબે ચાબહાર તળાવ માંથી જલાચમન કરિ અને મ્હાડનો એ સત્યાગ્રહ કરેલો.વર્તમાન સમયમાં ભલે ડેમ માંથી આવતો જલસ્ત્રોત એક સમાન છે તો પણ શું એ બંધુને પાણી આપ્યા પછી આપણે એ જ ગ્લાસ માં પાણી પીએ છીએ કે ધોવા નાખીએ છીએ ?? સમાજે આ પ્રશ્ર્ન પોતાને પુછવાનો છે . જો એ ગ્લાસ અલગ રાખી ધોવા મુકતા હોઇએ તો સરસંઘચાલકજીના કહેવા મુજબ આ માનસિક મનોદશા સુધારવાની આવશ્યકતા છે.દેશમાં ઘણા મંદિરો આજે પણ એવા છે જયાં હિન્દૂ સમાજના એ અભિન્ન હિસ્સાને પ્રવેશ વર્જિત છે.કાલારામ મંદિરમાં પ્રવેશનું આંદોલન બાબા સાહેબે એટલે જ તો કરવુ પડયુ.અહીં પણ એ મહાપુરુષની મહાનતા એ હતી કે એમણે અલગ રામજી મંદિરનો પ્રસ્તાવ ઠુકરાવી અને સમાજમાં મંદિરના નામે અલગાવવાદને નકાર્યો હતો.

પરંતુ એ આગ્રહ સેવેલો કે તથાકથિત ઉચ્ચવર્ગ પોતાની મનોદશા સુધારે.કોઇપણના જીવનનો અંતિમ સંસ્કાર એટલે અગ્નિ સંસ્કાર જયાં થાય છે એ સ્મશાન.ઇશ્ર્વર તરફની અનંતની યાત્રા, અહીં તો સ્વયં ભગવાન રામે પણ આદર્શ પ્રસ્તુત કર્યો છે ત્યારે એક સ્મશાનની બાબતમાં તો સમાજ એક હોવો જ જોઇએ.આ તમામ બાબતોમા પ્રવર્તમાન વિસંગતતાઓ સમાજ સ્વયં દુર કરિ એકતાનો પરિચય આપે એ ભારતની અખંડિતતા અને સ્થાયી વિકાસ માટેનું ચરણ મોહનજીએ પોતાના ઉદબોદ્ધનમાં ગણાવ્યુ છે.કદાચ રાજકીય પંડિતો આ વાતને પોતાના રાજકીય ચશ્માથી જોઇ અને એને ચુંટણી સાથે જોડે ત્યારે એમની આ માનસિક સંકુચિતતા , અસ્પૃશ્યતા એને મુબારક.આજનું નહી પરંતુ આજથી 7-8 વર્ષ પૂર્વે પણ મોહનજીએ આ જ વાત કહી હતી જેને એમણે પૂન: દોહરાવી અને વિકસતા ભારત માટે આવા અવરોધોને દૂર કરિ એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે સમાજને આહ્વાન પોતાના કર્તૃત્વ દ્રારા કર્યુ છે.

સંઘમા જાતિહિન વ્યવસ્થાતંત્ર આજકાલનું નહી પરંતુ સંઘસ્થાપક ડો.હેડગેવારના સમયથી અસ્તિત્વમાં છે જેનુ અનુમોદન સ્વયં ગાંધીજીએ વર્ધામાં આયોજિત સંઘ શિક્ષા વર્ગમાં એક પંક્તિમા બેસી કોઇ ભેદ વગર ભોજન લેનારા સ્વયંસેવકોને જોઇ અને કર્યુ હતુ.તો ડો.આંબેડકરે પૂણા ખાતે સંઘ શિબિરની મૂલાકાત બાદ કર્યુ હતુ.

સંઘમાં એટલે જ તો ઇશ્ર્વરે આપેલી શારીરિક ઉંચાઇ અનુસાર લાઇનમાં ઉભુ રહેવાની આજ્ઞા છે.દ્વિતિય સરસંઘચાલક પૂ.ગુરુજીને જયારે એમની સર્વાધીક આનંદની ક્ષણો વિષે પુછાયુ ત્યારે બધા સંતો-મહંતો અને શંકરાચાર્યો દ્રારા ’હિન્દવ: સર્વે સૌદરા..’ ના ઉદઘૌષની પળને ગણાવી.તો તૃતિય સરસંઘચાલક પૂ.બાળાસાહેબ તો એવુ કહેતા કે જો અસ્પૃશ્યતા એ પાપ નથી તો દુનિયામાં બીજુ કાંઇ પાપ છે જ નહી.સામાજિક સમતા-સમાનતા અને સમરસતાનું વ્યવહારિક જીવનમાં પ્રકટીકરણના અનેકો ઉદાહરણ સંઘના સ્વયંસેવકમાં સમાજે પ્રતિત કર્યા છે.આ દિવાળીએ આપણે બધા એક સંકલ્પ કરિએ : આપણા મોચી બંધુ દ્રારા તૈયાર કરેલા જુતા જ ખરિદશું , દિવાળીના દિવડા આપણા કુંભાર બંધુએ બનાવેલા જ વાપરશુ , જુગ્ગી-ઝોપડીમાં વસતા એ ગરિબ બંધુઓ સાથે દિવાળીની મીઠાઇ અને ફટાકડા વેચી અને મનાવીશું.તો નિશ્રચિત રુપથી નવવર્ષ 2079 નું પ્રભાત સમરસ અને આત્મનિર્ભર ભારતના સ્થાયી અને સ્થિર વિકાસના સુર્યોદય સાથે જ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.