Abtak Media Google News

રાજસ્થાનનાં મારવાડ પ્રદેશમાં જન્મેલા અને ભણેલા દિક્ષિત વિશ્વ શાંતિ દૂત આચાર્ય ડો.લોકેશજી 13મી નવેમ્બરને રવિવારે રાજસ્થાનમાં એક દિવસનાં રોકાણ પર રહેશે. તેઓ સવારે દિલ્હીથી નીકળશે અને સવારે 8.00 વાગ્યે જોધપુર એરપોર્ટ પહોંચશે. જોધપુર એરપોર્ટથી તેઓ પચપાદરા, બાલોત્રા થઈને વિશ્વ પ્રસિદ્ધ શ્રી નાકોડા તીર્થ પહોંચશે અને ભગવાન પાર્શ્વનાથનાં મંદિરમાં દેશ અને વિશ્વમાં શાંતિ, સુખ માટે ધ્યાન અને પ્રાર્થના કરશે.

રાજસ્થાન માટે ગર્વની વાત છે કે ભારતનું પ્રથમ ’વલ્ર્ડ પીસ સેન્ટર’ દિલ્હી ગઈછ ગુરુગ્રામમાં તેની ધરતીનાં સપૂત આચાર્ય લોકેશજી દ્વારા સ્થાપિત થવા જઈ રહ્યું છે. છેલ્લા દિવસે ભૂમિપૂજન બાદ બાંધકામની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે, મહત્વકાંક્ષી પ્રોજેક્ટ દોઢ વર્ષમાં પૂર્ણ થશે.

આચાર્ય લોકેશજી નાકોડા તીર્થસ્થાનની મુલાકાત લીધા બાદ બાલોત્રા, પચપાદરા થઈને જોધપુર પહોંચશે જ્યાં તેઓ સાંજે 5.00 કલાકે ’માનક અલંકરણ સન્માન’ સમારોહની અધ્યક્ષતા કરશે જેમાં રાજસ્થાનનાં મુખ્યમંત્રી  અશોક ગેહલોત મુખ્ય અતિથિ અને વિશેષ અતિથિ તરીકે ભાગ લેશે. પૂર્વ સાંસદ   જસવંતસિંહ બિશ્નોઈ, રાજસ્થાન પશુધન વિકાસ બોર્ડના અધ્યક્ષ   રાજેન્દ્ર સોલંકી, રિકોના ડાયરેક્ટર   સુનિલ પરિહાર, ધારાસભ્ય  મનીષા પવાર વગેરે તેમાં ભાગ લેશે. સમારોહ બાદ આચાર્ય એક દિવસનો રાજસ્થાન પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી પરત ફરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.