Abtak Media Google News

ગોંડલના શિવરાજગઢ ગામની ઘટના: પત્નીની નજર સામે જ પતિનું મોત

ગોંડલ તાલુકાના શિવરાજગઢ થી માંડણકુંડલા રોડ પર બાઈક સ્લીપ થતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ સવાર 2 મહિલા ને ઇજા થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મૃતક બાઈક ચાલક ના મૃતદેહ ને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના માંડણકુંડલા થી પરિવાર સાથે દેવચડી ભજનમાં જતા હતા તે દરમિયાન શિવરાજગઢ થી માંડણકુંડલા રોડ પર બાઈક સ્લીપ થતા બાઈક ચાલક બજરંગ અમરસિંગ ગુજરે ઉ.વ.27 નું મોત નીપજ્યું હતું જ્યારે બાઈક પાછળ સવાર પત્ની બાયલી બજરંગ ગુજરે તેમજ બહેન ચેકલી અમરસિંગ ગુજરે ને ઇજા થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

ખેતરમાં છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આધાર સ્તંભ પિતાનું મોત નિપજતા બે બાળકો પિતા વિહોણા થયા.બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.