Abtak Media Google News

ગૌતમ અદાણી એનડિટીવીમાં 26 ટકાનો હિસ્સો ખરીદશે

છેલ્લા ઘણા સમયથી અદાણી અને એનડીટીવી વચ્ચેનો મુદ્દો ચર્ચામાં આવેલો હતો ત્યારે હવે સેબીએ પણ અદાણી ગ્રુપને ખુલ્લી ઓફર આપી છે કે તેઓ મીડિયા ફોર્મ ક્ષમદિં માં ઓપન ઓફર આપી શકે ત્યારે એ વાત સ્પષ્ટ થઈ છે કે હવે અદાણી એનડીટીવીનો 26 ટકા હિસ્સો ખરીદશે . અદાણી ગ્રૂપે મીડિયા ફર્મ એનડિટીવીમાં  26ટકા વધારાનો પબ્લિક હિસ્સો ખરીદવા માટે પ્રસ્તાવિત ઓપન ઓફર માટે નવી તારીખ જાહેર કરી છે. ગૌતમ અદાણીએ એનડિટીવીમાં હિસ્સો ખરીદતાની સાથે માલિક બનશે. અદાણીએ એનડીટીવી હિસ્સેદારી સાથે રૂ.492.81 કરોડની ઓપન ઓફર આપી છે જેની મંજૂરી સેબી દ્વારા પણ અપાઈ છે.

અદાણી ગ્રૂપે મીડિયા ફર્મ એનડીટીવીમાં 26 ટકા (1.67 કરોડ શેર) વધારાનો પબ્લિક હિસ્સો ખરીદવા માટે પ્રસ્તાવિત ઓપન ઓફર માટે નવી તારીખ જાહેર કરી છે. સમાચાર પ્રસારણકર્તાએ સ્ટોક એક્સચેન્જોને ફાઇલિંગમાં આ માહિતી આપી છે. સેબીએ ઓપન ઓફર 22 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી નિર્ધારિત કરી છે.  અદાણી ગ્રૂપની ઓપન ઓફર હવે 22 સપ્ટેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 5 ડિસેમ્બરે બંધ થશે. આ પહેલા અદાણી ગ્રૂપે ઓપન ઓફર માટે 17 ઓક્ટોબરથી 1 નવેમ્બરની ટાઈમલાઈન નક્કી કરી હતી.ઓગસ્ટમાં એનડીટીવીમાં 29.18% હિસ્સેદારી મેળવી હતી. 23 ઓગસ્ટે અદાણી ગ્રૂપે એનડીટીવીમાં 29.18 ટકા હિસ્સેદારી મેળવી હતી.

એનડિટીવીમાં 29.18 ટકા હિસ્સેદારી મેળવ્યાની ઘોષણા પછી, એનડિટીવીએ કહ્યું હતું કે, આ ડીલ સેબીની મંજૂરી વગર આગળ વધી શકે તેમ નથી. તેમણે કહ્યું કે 27 નવેમ્બર, 2020 ના રોજ પસાર કરાયેલા એક આદેશમાં, સેબીએ એનડીટીવીના સ્થાપકો રાધિકા અને પ્રણય રોયને સિક્યોરિટી માર્કેટમાંથી 2 વર્ષ માટે પ્રતિબંધિત કર્યા હતા. આ પ્રતિબંધ 26 નવેમ્બર 2022 ના રોજ સમાપ્ત થશે. પ્રણય રોયએ એમ પણ જણાવ્યું હતું કે પૈસાના જોડે મીડિયા ઉપરનો જે રીતે અદાણી કબજો મેળવી રહ્યા છે તેનાથી પ્રેસની સ્વતંત્રતા ઉપર સૌથી મોટું જોખમ ઊભું થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.