Abtak Media Google News

કર ચોરી અટકાવવા ટીડીએસના નિયમને વધુ મજબૂત કરાશે: નાણાકીય વર્ષ 2023-24 માટેનો ટાર્ગેટ ચાલુ વર્ષ કરતા વધુ હશે: સીબીડીટી ચેરમેન

કોઈપણ ઉદ્યોગ કરચોરી ન કરે તેના માટે આવકવેરા વિભાગ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ આકરા પગલા લઈ રહ્યું છે ત્યારે રીયલ એસ્ટેટ નહીં પરંતુ વિભાગ ઓનલાઇન ગેમિંગ કંપની ઉપર હવે બાજ નજર રાખી રહ્યું છે કારણ કે ઓનલાઇન ગેમિંગ કંપનીઓ મુખ્યત્વે કરચોરી કરતી નજરે પડી છે અને જે ઓડિટ થવા જોઈએ તેમાં પણ ઘણા પ્રશ્નો ઉદભવે થઈ રહ્યા છે ત્યારે આવનારા સમયમાં આ પ્રકારની કંપનીઓ દ્વારા કોઈ કરચોરી ન થાય અને ગેરરીતી અટકે તેના માટે ટીડીએસ ના નિયમોને વધુ મજબૂત કરવા બોર્ડના ચેરમેને જણાવ્યું છે. જેથી ગેમિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવતા તમામ નાણાકીય વ્યવહાર ઉપર ધ્યાન કેન્દ્રિત થઈ શકે.

બોર્ડના ચેરમેને જણાવતા કહ્યું હતું કે આગામી નાણાકીય વર્ષ 2023-24 માં ટેક્સ ટાર્ગેટ ચાલુ વર્ષ કરતાં વધુ આવશે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આવકવેરા વિભાગ અને બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. સીબીડીટી નું માનવું છે કે જો ટીડીએસ ના નિયમોને વધુ મજબૂત બનાવવામાં આવશે તો ઓડિટ ટ્રાયલ ખૂબ સરળ બનશે અને આગામી દિવસોમાં જ્યારે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર માં લોન્ચ શરૂ થતું હોય તે સમયે આ નિયમને અમલી બનાવવો ખૂબ હિતાવહ સાબિત થશે .

Untitled 1 Recovered Recovered Recovered Recovered 3

ઓનલાઇન ગેમિંગ કંપનીઓ હાલ કર ચોરીમાં સૌથી વધુ આગળ આવી છે અને ગેરરીતી પણ પકડાય છે ત્યારે છેલ્લા જોજ મહિનાઓ થી આવકવેરા વિભાગ અને બોર્ડ દ્વારા ઓનલાઈન ગેમિંગ કંપની ઉપર નજર રાખવામાં આવી રહી છે.

હાલ સમગ્ર ભારતમાં ઓનલાઇન ગેમિંગ અને બેટિંગ જે રીતે પોતાનો પગદંડો જમાવી રહ્યું છે ત્યારે આ વાતને ગંભીરતાથી ધ્યાને લઇ બજેટમાં તેનો સમાવેશ કરવામાં આવશે કારણ કે આ બંને વિભાગોથી ખૂબ મોટી ઘરની આવક સરકારને થાશે પરંતુ હજુ યોગ્ય નીતિ નિયમો ન હોવાના કારણે કરચોરી સામે આવી રહી છે.  વધુમાં બોર્ડના ચેરમેન નીતિન ગુપ્તાએ જણાવ્યું હતું કે હાલ જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેમાં કલેક્શન પણ વધ્યું છે ત્યારે આગામી વર્ષમાં ટેક્સ કલેક્શન 25 થી 30 ટકા વધે તેવું હાલ ચિત્ર સામે આવી રહ્યું છે. ભારતનું ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન નવેમ્બર 10ની  સ્થિતિએ 10.54 લાખ કરોડ એ પહોંચ્યું હતું જે ગત વર્ષની સરખામણીમાં 31 ટકા વધુ હોવાનું જાણવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.