Abtak Media Google News

સુભાર્યા

ઘરમાંથી સુશીલાનો રડવાનો અવાજ આવતો હતો. એનો પતિ હજુ પણ ઢોરમાર મારી રહ્યો હતો એ પરણી ત્યારથી આવા અત્યાચારો સહન કરીને આવતી હતી. પતિ- દારૂડિયો જુગારી અને સર્વઅવગુણ સંપન્ન ! છતાં પણ ક્યારેય સુશીલની પતિભક્તિમાં ઓટ આવી ન્હોતી. એ પતિને ચાહતી હતી પોતાના શરીરની જેમ જ

સુશીલા ટાઉનહોલમાં યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે જાહેર થયાનું સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર લઇને આવી કે તરત જ ઝઘડો શરૂ થયો હતો.

સ્પર્ધાનો વિષય હતો- ‘એક સુભાર્યા પથ્થરમાંથી પતિ નિર્માણ કરી શકે ?’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.