Abtak Media Google News

આપણે પોલીસને ઘણી વખત કોઈને કોઈ રીતે લોકોની મદદ કરતા જોયા જ હશે ત્યારે પોલીસે વધુ એક વાર પોતાની માનવતા મહેકાવીને પુણ્યનું કાર્ય કર્યું હતું.આર્થિક તંગીના લીધે ઘણા લોકો છે જે પોતાના સ્વપ્ન પુરા કરી શકતા નથી. ત્યારે રાંદેર પોલીસે માનવતા મહેકાવીને આર્થિક તંગીને પગલે પ્રભુતામાં પગલા પાડવા માટે અસમર્થ મુકબધિર યુગલના સપ્તપદીના ફેરા ફરવાનું સ્વપ્ન અંતે પોલીસ દ્વારા પુરૂં કરવામાં આવ્યું છે.

Screenshot 3 6

મળતી માહિતી મુજબ આ ઘટના સુરતની છે જ્યાં આર્થિક તંગીને પગલે પ્રભુતામાં પગલા પાડવા માટે અસમર્થ મુકબધિર યુગલના સપ્તપદીના ફેરા ફરવાનું સ્વપ્ન અંતે રાંદેર પોલીસ દ્વારા પુરૂં કરવામાં આવ્યું છે. પોલીસે માતા-પિતા બનીને કન્યાદાન કર્યું હતું તો આર્થિક તંગીને પગલે લગ્નના અરમાન પુરા ન થતાં પોલીસે મામેરાનો ધર્મ પણ નિભાવ્યો હતો.

અભ્યાસ દરમિયાન મુકબધીર આવ્યા એક બીજાના સંપર્કમાં

Screenshot 1 9

અભ્યાસ દરમ્યાન એકબીજાના સંપર્કમાં આવેલા મુકબધિર યુવક – યુવતી છેલ્લા ઘણા સમયથી લગ્ન કરવા ઈચ્છતા હતા પરંતુ આર્થિક પરિસ્થિતિના લીધે તેઓ લગ્ન કરી શકતા ન હતા ત્યારે યુવતી દ્વારા she ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજે રાંદેર પોલીસ દ્વારા આ યુગલના ભવાનીશંકર મહાદેવ મંદિરમાં ધામધૂમથી વિવાહ કરાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા કન્યાદાન પણ કરવામાં આવ્યું હતું.

યુવતીનું નામ સુમન (ઉ.વ ૧૯) જે પાલનપુર પાટિયા ખાતે રહે છે. ચિરાગ સાથેની પ્રથમ મુલાકાત મુકબધિર શાળામાં થઈ હતી. પહેલી મુલાકાત બાદ આ બન્ને પ્રેમી પંખીડાઓ એક બીજાના પ્રેમમાં પડ્યા હતા અને આજીવન સાથે રહેવાનો સંકલ્પ લીધો હતો.

એક તરફ ગુજરાત વિધાનસભાની ચુંટણી ચાલી રહી છે ત્યારે પોલીસ દ્વારા લગ્નનમાં કોઈ કમી ન રહે અને લગ્નમાં ચાર ચાંદ લાગે તે માટે સુરતમાં મતદાન પૂર્ણ થયું તે બાદનું મૂહર્ત કાઢવામાં આવ્યું હતુ. આ અનોખા લગ્ન સમારોહમાં ડીસીપી ઝોન -5ના અધિકારી હર્ષદ મહેતા પણ સ્વયં ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપત્તિને આશીર્વાદ પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.