Abtak Media Google News

રામભાઈ મોકરિયા સૌરાષ્ટ્રના અને રમેશભાઈ ધડુક પોરબંદરના પ્રશ્ર્નો મુકશે

આજથી દિલ્હી ખાતે સંસદનું શિયાળુ સત્ર ચાલુ થયું છે જેમા ભાગ લેવા માટે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને પોરબંદરના લોકસભાના સાંસદ રમેશભાઈ ધડુક દિલ્હી ખાતે પહોંચ્યા છે.

આજથી શરૂ થતા શિયાળુ સત્રમાં રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના પ્રશ્નોને રાજ્ય સભામાં વાચા આપશે. જ્યારે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક પોરબંદર તથા આસપાસના વિસ્તારો ના પ્રશ્નોને વાંચા આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રામભાઈ મોકરીયા દ્વારા વારંવાર લોક પ્રશ્નોને વાચા આપીને લોકોને ન્યાય મળે તે માટે સતત તત્પર હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી મળે તે માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે અને અનેક યોજનાઓ નો લાભ લોકોને પહોંચાડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.