Abtak Media Google News
પરષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી જેવા દિગ્ગજ નેતાઓ ને મ્હાત આપવામાં કામિયાબ થયેલા પરેશ ધાનાણીનો  પરાજય…

ગુજરાત વિધાનસભાનું આજે પરિણામ આવ્યું છે ત્યારે 156 સીટ પર ભાજપ નો પરચો લહેરાયો છે ત્યારે 2017 માં અમરેલીની પાંચેય સીટ પર કોંગ્રેસ આવી હતી જેમાં અમરેલી 95 વિધાનસભા ઉપર છેલ્લા 15 વર્ષ થી ભાજપના પ્રખર નેતાઓ જેમાં પરષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, બાવકુભાઈ ઊંધાડ ને હાર નો સ્વાદ ચખાડ્યો હતો તેવા કદાવર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ને કૌશિક વેકરીયા ને લોકોએ 89034 મત આપી 46657 ની ભવ્ય લીડ સાથે ભૂંડી હાર આપી છે કૌશિક વેકરીયા ને ટીકીટ આપી એક બાજુથી ભાજપે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું અને એ કામિયાબ સાબિત થયું છેકૌશિક વેકરીયા ની જીતને દિલીપ સંઘાણી સહિત ના નેતાઓ એ વધાવી હતી વિજય સરઘસ કાઢી જીતનું જશ્ન મનાવ્યું હતું જેમાં હજારો લોકો જોડાયા હતા અને કૌશિક વેકરીયા ને અભિનંદન પાઠવ્યા હતા..લોકોનો પ્રેમ જોઈ કૌશિક વેકરીયા એ લોકોની વચ્ચેજ રહીશ લોકોના નાનામાં નાના કામો પણ કરવાના વચનો આપ્યા હતા અને દિલીપભાઈ સહિત નેતાઓ અને મતદાતાઓ નો આભાર માન્યો હતો

અમરેલીની પાંચેય સીટ પર કમળ ખીલ્યું છે ત્યારે સા.કુંડલા માં કોંગ્રેસના યુવા નેતા પ્રતાપ દુધાતને મહેશ કસવાલાએ કુલ 63757 મત મેળવી અને માત્ર 3492 મતે હરાવ્યા છે તો રાજુલા માં પણ ભારે રસાકસી બાદ અમરીશ ડેર ને 10063 મતે હરાવવામાં હીરાભાઈ સોલંકી સફળ રહ્યા છે જ્યારે ધારી બેઠક ઉપર  જે.વી.કાકડીયા 46466 મત મેળવી  8000 કરતા વધુ મતે જીત મેળવી છે  આં બાજુ બાબરા લાઠી વિરજીભાઈ ના ગણાતા ગઢમાં જનક તળાવીયા એ પણ છીંડું પાડવામાં સફળતા મેળવી છે જેને બાબરા લાઠી ના લોકોએ 64866 મત આપ્યા છે જ્યા વિરજીભાઈ ઠુમ્મરને 29274 મત થી મોટી હાર મળી છે ..

અમરેલી 95 વિધાનસભા સીટ કોને કેટલા મત મળ્યા

  • કૌશિક વેકરીયા ભાજપ :-  89034
  • પરેશ ધાનાણી કોંગ્રેસ.   :-. 42377
  • રવિ ધાનાણી. ” આપ”.  :-. 26445

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.