Abtak Media Google News
  • રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની અને અર્હમ યુવા સેવા ગુ્રપની પ્રેરણાથી
  • 400 જેટલા બાળકોએ ફટાકડા ન ફોડવાના સાધુ સંતો પાસે પચ્ચાખાણ લીધા

સ્થાનક્વાસી જૈન યોજના પ્રતિક્રમણ મંડળનાં   રમેશભાઈ દોમડીયા (9924270629) ની  યાદી જણાવે છે કે રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પોતાના વ્યાખ્યાનમાં  જણાવે છે કે ફટાકડા ફોડવાથી પાપ લાગે છે છકાય જીવની હીંસા થાય છે આ અનુસંધાને આગળ  જણાવતા ફટાકડા ફોડતા ગેોમાતા ફફડે છે શ્વાન ડરી જાય છે કીડી મકોડા વગેરેની હીંસા થાય  છે,કબૂતર હોલા કાગડા વગેરે ડરથી અહીંયા ત્યાં ભાગી જાય છે મોટી ઉંમરના તથા બીમાર  વ્યક્તિઓને ધ્રાસ્કો પડે છે આનો આશય માત્ર ને માત્ર ઘડી બે ઘડીના આનંદ માટે જાણતા  અજાણતા બીજાને નુકશાન પહોંચાડવનો કે પછી હીંસા પહોંચાડવાનો એવો થાય છે.

આ અનુલક્ષાીને છેલ્લા 40 વર્ષથી કાર્યરત સ્થાનક્વાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ દવારા પૂ.  રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ અને અર્હમ યુવા સેવા ગુ્રપનાં સહયોગથી અને  પે્રરણાથી ર0 નવેમ્બર 2022  નાં રોજ રાજકોટ ની તમામ જૈનશાળાઓના નાના બાળકો (400  જેટલા બાળકોએ)ને સાધુ સંતો પાસે ફટાકડા બંધી ના પચ્ચખાણ લેવડાવી પ્રોત્સાહીત કરવામાં  આવ્યા તેમજ બહુમાન કરવામાં આવેલ અને જીવનનાં ઉતમ સંસ્કારનું ભાથુ પૂરૂ પાડવામાં  આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી રમેશભાઈ દોમડીયાના માર્ગદર્શન હેઠળ  વિજયભાઈ વોરા, જયેશભાઈ મહેતા, મયુરભાઈ મહેતા, ભરતભાઈ કોઠારી, હીંમાશુભાઈ પારેખ, ધર્માગભાઈ શાહ, સેજલભાઈ કોઠારી, સંજયભાઈ છડીયા, પ્રદીપભાઈ પારેખ તથા  અતુલભાઈ ખજુરીયા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.