Abtak Media Google News

મૃત જળચર જીવોના આત્માની શાંતિ માટે  જીવદયા પ્રેમીઓ દ્વારા યમુનાષ્ટક સહિતના પાઠ કરાયા

જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશન માટે શરૂ કરવામાં આવેલા કામગીરીના ભાગરૂપે ચૂંટણી સમયે થોડા દિવસો કામગીરી બંધ રહ્યા બાદ ફરી નરસિંહ તળાવનો પાડો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો તળાવનું પાણી ખાલી કરતા થયેલ મૃત જળચર જીવોના આત્માની શાંતિ માટે ગઈકાલે નવકાર મંત્ર, રામધુન અને યમુનાષ્ટક સહિતના જીવદયા પ્રેમીઓ દ્વારાં પાઠ કરવામાં આવ્યા હતા.

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા તળાવની અંદાજે રૂપિયા 60 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનનું કામગીરી શરૂ કરવામાં આવી છે. બે સેક્શનમાં શરૂ થનાર આ કામગીરી 2024 માં પૂર્ણ થશે. ત્યારે પ્રથમ સેક્શનમાં રૂ. 35 કરોડ અને બીજા સેક્શનમાં રૂ. 25 કરોડનો ખર્ચ નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશન માટે થશે, અને આ તળાવ જૂનાગઢનું નજરાણું બને અને પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બને તે માટે 4 ટાવર, બગીચાઓ, સિનિયર સિટીઝન માટે બેઠકો તથા બાળકો માટે ક્રિંડાંગણ સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

Img 20221212 090124

આ માટે તળાવના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને તેના ભાગરૂપે જ્યાંથી પાણીનો ઓવરફ્લો થાય છે તે ભાગનો પાડો તોડવામાં આવ્યો હતો. જેના કારણે પાણી વેડફાયું હતું. ત્યારે જૂનાગઢના જાગૃત નાગરિકો અને ખુંદ ભાજપના આગેવાનો દ્વારા મનપા દ્વારા જે પાણી વેડફવામાં આવ્યું હતું તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે તળાવમાં રહેલ માછલાઓના પાણી ઘટવાથી મોત થશે તેવી ભીતિ વ્યક્ત કરી જીવ દયા પ્રેમીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢમાં ચૂંટણી સમયે ભભૂકેલા આ રોષ બાદ તાત્કાલિક પાડો તોડવાની કામગીરી રોકી દેવામાં આવી હતી. એ સમયે હાલના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર સંજયભાઈ કોરડીયા એ તમામ પાણી છોડવામાં નહીં આવે પરંતુ ક્રમબદ્ધ રીતે પાણી છોડાશે અને જળચર પ્રાણીઓના અને માછલાઓના મોત ના થાય તે માટે એક જગ્યાએ પાણી એકઠું કરી, ત્યાં માછલાઓને ખસેડવામાં આવશે તેમા જણાવાયું હતું. બીજી બાજુ તત્કાલીન ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ પણ આ બાબતે કમિશનર સાથે ફોન પર ચર્ચા કરી યોગ્ય રીતે કામગીરી થાય તેમ જણાવ્યું હતું. અને બાદમાં આ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી.

બાદમાં ચૂંટણી પૂર્ણ થતા મનપાયે ફરી તળાવનો પાડો તોડવાનું શરૂ કરતાં, જુનાગઢના જાગૃત નાગરિકો અને જીવ દયા પ્રેમીઓ દ્વારા નારાજગી સાથે રોષ ભભૂકીઓ છે. તથા મનપા દ્વારા આયોજન રીતે કામગીરી થાય અને તળાવ આસપાસના ઓજી વિસ્તારમાં પાણીનું સ્તર ન ઘટે તથા માછલાઓના મોત ન થાય તે રીતે કામગીરી કરવા જણાવાઈ રહ્યું છે.

માત્ર ત્રણ ફૂટ પાણી જ ઓછુ કરાશે: ધારાસભ્ય

જૂનાગઢના વેપારી અગ્રણી અને જીવદયા પ્રેમી હિતેશભાઈ સંઘવી સહિતના તમામ સમાજના જીવદયા પ્રેમીઓ દ્વારા જુનાગઢના નરસિંહ મહેતા તળાવ ખાતે નરસિંહ મહેતા તળાવના મૃત્યુ પામનાર જીવના આત્માની સદગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અને જૈન સમાજ દ્વારા નવકાર મંત્રો તેમજ અન્ય સમાજના જીવ દયાપ્રેમીઓ દ્વારા નવકાર મંત્ર, યમુનાષ્ટકનું ગાન તથા રામ ધૂન બોલાવાઈ હતી.

બીજી બાજુ જૂનાગઢમાં ફરી તળાવ મુદ્દે નારાજગી પ્રવર્તતા ગાંધીનગર ખાતે પહોંચેલા જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા એ એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે મારે નગરપાલિકામાં વાત થઈ ગઈ છે, માત્ર ત્રણ ફૂટ જ તળાવમાંથી પાણી ઓછું કરવાનું છે. હાલમાં માત્ર અડધો ફૂટ જ પાણી ખાલી કરાયું છે, બાકીનું પાણી જેમ જેમ જરૂર પડશે તે રીતે ખાલી કરાશે, હાલમાં આખું તળાવ ખાલી કરવાનું નથી.

જળચર જીવોને સલામત સ્થળે ખસેડવા માંગ

જૂનાગઢના નરસિંહ મહેતા તળાવના 60 કરોડના ખર્ચે થનાર બ્યુટીફિકેશન સમયે જ લોકોમાં પ્રસેલી નારાજગી અને રોષ બાબતે જિલ્લા કલેકટર રચિત રાજે જૂનાગઢ મનપાના કમિશનરને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે 1960 ની સેક્શન 3 મુજબ પોતાની કસ્ટડીમાં રહેલા સ્થળમાં પ્રાણીઓની સંભાળ રાખવાની જવાબદારી સંબંધિત સંસ્થાઓએ નિભાવવાની હોય છે. ત્યારે નરસિંહ મહેતા સરોવરમાં આવેલા તમામ જળચર જીવોને મૃત્યુથી બચાવી સલામત સ્થળે ખસેડ્યા બાદ જ કામગીરી કરવા અને પાળો તોડવા જણાવ્યું છે. તે સાથે તળાવનો પાડો તોડવા દરમિયાન જળચર જીવોનું મૃત્યુ ન થાય તેની તકેદારી રાખશો અને સલામત સ્થળે ખસેડ્યા બાદ જ આગળની કાર્યવાહી કરશો. તેવી સૂચના અપાઈ હોવાનું પણ જાણવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.