Abtak Media Google News

ઓમિક્રોનના નવા વેરિઅન્ટ બીએ5.2 અને બીએફ.7 ચીનમાં તબાહી મચાવી રહ્યા છે.  ચીનમાં કોરોના વિસ્ફોટના કારણે અન્ય દેશોમાં પણ રોગચાળો ફેલાવાની આશંકા છે. ચીન સહિત કેટલાક દેશોમાં કોરોનાના કેસમાં થયેલા વધારાને જોતા કેન્દ્ર સરકારે પણ સાવચેતીના પગલાં લીધા છે. ત્યારે વધતા સંક્રમણના પગલે પીએમ મોદીએ હાઈલેવલ મીટીંગ બોલાવી છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​બપોરે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. બેઠકમાં કોરોના અને સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ભાગ લઈ શકે છે. બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.

દિલ્હીમાં પણ કોરોનાની સ્થિતિ અંગે કેજરીવાલે બોલાવી બેઠક

પીએમ મોદીએ આજે હાઈલેવલ મીટીંગ બોલાવી છે ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાની દિલ્હીમાં પણ સમીક્ષા બેઠક બોલાવી છે. મુખ્યમંત્રીએ આરોગ્ય અધિકારીઓને સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરવા અને અન્ય પગલાં લેવા સૂચના આપી છે. આ બેઠકમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને આરોગ્ય વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.