Abtak Media Google News

Table of Contents

બાળકોના સૌથી પ્યારા સાથી

તમામ રમકડાં બાળકની 39પના શકિતને ઉત્તેજન આપવા સાથે સમાજમાં સરળ પ્રત્યાયન કૌશલ્પ અને ક્રિયાઓને શીખવે છે: વય કક્ષા મુજબ યોગ્ય રમકડાં રમવા આપી બાળકોનો સંર્વાગી વિકાસ કરી શકાય છે: આદિકાળથી રમકડાંનું મહત્વ ચાલતું આવ્યું છે, અને પૃથ્વી પર વસતાં તમામ બાળકને માટે રમકડા જરુરી છે

બાળકને બચપણ અને સાથે રમડકાં જોડાયેલા છે. પૃથ્વી પર વસતાં તમામ બાળક પ્રથમ રમકડાંથી રમતો હોય છે. આદિકાળથી બાળક અને રમકડાંનો સંબંધ છે. રમકડા બાળકોને શુ કામ ગમે છે. આ પ્રશ્ર્ન બહુ મોટો છે અને તેમાં મા-બાપનાં લાલન-પાલન કે ઉછેરને સીધો સંબંધ છે. પહેલા માટી પછી લાકડાં, પતર, લોખંડ, પ્લાસ્ટિક કે રબ્બરના રમકડા આવવા લાગ્યા. યુય પરિવર્તન સાથે રમકડાં પણ બદલાયા રમકડાંની ગઇકાલ અને આજ સાથે આવતીકાલની ઇલેકટ્રોનિક સિસ્ટમ જોડાયેલી હશે. બાળકોની તાર્કિદ  અને રચનાત્મક વિચારોની શકિત માત્ર રમકડાં જ ખીલવી શકે છે.

બાળક જન્મે કે તુરંત તેના કલરફુલ ઘોડીયામાં ઘુઘરા કે ચકલા-પોપટ ની ફરકણી કે ઘુઘરાનો પ્રથમ પગરવ થાય છે. નાનકડી આંખો કલર ફૂલ, નયનરમ્ય રમકડાં, અવાજો, સંગીત,  આકારો જોઇને બાળક મંદ મંદ હસવા લાગે છે. રમવું અને ઉઘવું એ બે જ કામ બાળકને હોય છે. ત્યારે પ્રથમ સમજના પાઠો આ રમકડાં  જ શીખવે છે. બાળકની ક્ષિતીજ ને વિસ્તૃત આ રમકડાં જ કરે છે. બાળકો ભેગા થાય ત્યારે બધા જ રમકડાંનો ઢગલો કરીને ક્રમબઘ્ધ ગોઠવે ત્યારે પૃથકરણ જેવી રીત શીખે છે. અમુક બાળકને રમકડાં ગમતાં હોવાથી તે લઇ લો તો તે રડવા લાગે છે. બાળકના રસ રૂૃસીને વલણો રમકડાંથી જ ખ્યાલ આવે છે. મનોવિજ્ઞાન પણ રમકડાને વિશેષ મહત્વ આપે છે કારણ કે બાળક 90 ટકા જેટલું પાંચ વર્ષમાં શીખે છે.

દુનિયમાં સૌથી મોટું ટોયસ  મ્યુઝિયમ અમેરિકામાં છે જયાં 10 લાખ પ્રાચિન અને આધુનિક યુગના રમકડાં છે

એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે રમકડાં અને આઉટ ડોર ગેમ્સ રમવાથી બાળકોની સર્જનાત્મકતા, કલ્પનાશકિત અને મગજનો વિકાસ થાય છે

બાળકની વય કક્ષા મુજબ રમકડાંમાં ફેર પડે છે, પ્રથમ એક કે બે વર્ષ બાદમાં 3 થી પ વર્ષ અને પછી 10 કે 1ર વર્ષની અંદરની વયમાં તેને રમવા માટેના રમકડાં જ શીખવે છે. બાળકની ક્ષિતીજ ને વિસ્તૃત આ રમકડાં જ કરે છે. બાળકોને ભેગા થાય ત્યારે બધા જ રમકડાં નો ઢગલો કરીને ક્રમ બઘ્ધ ગોઠવે ત્યારે પૃથકરણ જેવી રીત શીખે છે. અમુક બાળકને રમકડાં ગમતા હોવાથી તે લઇ લો તો તે રડવા લાગે છે. બાળકના રસ-રૂચીને વલણો રમકડાંથી જ ખ્યાલ આવે છે. મનોવિજ્ઞાન પણ રમકડાને વિશેષ મહત્વ આપે છે કારણ કે બાળક 90 ટકા જેટલું પ્રથમ પાંચ વર્ષમાં શીખે છે.

બાળકની વય કક્ષા મુજબ રમકડાંમાં ફેર પડે છે, પ્રથમ એક કે બે વર્ષ બાદમાં 3 થી વર્ષ અને પછી 10 કે 1ર વર્ષની અંદર ની વયમાં તેને રમવા માટેના રમકડાંમાં  બદલાવ જોવા મળે છે. ગઇકાલ કરતાં આજના રમકડાની કુતિથી નિહાળી છે. મોબાઇલ- ટીવી યુગમાં રમકડામાં પણ તેની સાથે બદલાવ આવ્યો છે. ઢીંગેલા, ઢીંગલીના સાથે કાર્ટુન કેરીકેચર પણ ટબુકડાના સાથી બની ગયા છે. ઇલેકટ્રોનિક રમકડા આવતા રીમોર્ટ કંટ્રોલના યુગમાં નવા – નવા અદ્યતન રમકડાં બાળકોના સાથી બન્યા છે. આજના ઇન્ફરમેશન અને ઇલેકટ્રોનિક યુગમાં બાળકો હવે રમકડાંથી દુર થતાં જાય છે તે એક ગંભીર બાબત છે.

આજે ટબુકડો બાળક મોબાઇલમાં ગેમ્સ રમે છે. ગુગલ યુગમાં તેનો વિકાસ અગાઉ કરતાં આજે ઝડપી થયો છે. પણ ઘ્વની સ્પંદન માટે ઘુઘરા કે ખંજરી ઓલ ટાઇમ ફેવરીટ રહ્યા છે. ક્રિકેટ ફિવરને કારણે બેટ બોલ પણ રમકડાં ગણાવો લાગ્યા છે. દુનિયાના કોઇપણ બાળકનું બાળપણ રમતો અને રમકડા વગર અશકય છે. છોકરા-છોકરીના રમકડાં આપણે જ બચપણથી અલગ પાડીઈ છીએ.  રમકડાની પસંદગીનું કાર્ય સરળ નથી. રમકડાંથી બાળકને આંતરિક સાથે માનસિક વિકાસ થાય છે. આજે ટેડીનો જમાનો છે. ટીવીના કાર્ટુન શ્રેણીના વિવિધ પાત્રોના ટોયસ બાળકને ગમે છે જેમાં ડક, છોટાભીમ, ટોમ એન્ડ જેરી જેવાનો ભારે ક્રેઝ બાળકોમાં જોવા મળે છે.

અમુક ટીવી શ્રેણીના કારણે બાણ (તીર-કામઠાં) પણ રમકડામાં જોવા મળતા હતા. બાળકો ઝડપી વિકાસ કરે છે ત્યારે તેમાં રમકડાં જ તેવી બુઘ્ધિ, શારિરીક અને ભાવનાત્મક ખ્યાલ શીખવે છે. બાળકોને આનંદ તો રમકડાં જ આપી શકે છે.પ્રાચિન કામથી બાળકોના જીવનનો મહત્વનો ભાગ રમકડાં ભજવતાં આવ્યા છે. રમકડું જ બાળકનું મનોરંજન જ ન કરે અને જ્ઞાન આપે છે. એકબીજા બાળકો સાથે હળી મળીને કેમ રમવું તે બાળકો શીખે છે. બાળક ચાલત)ં કે દોડતા શીખે ત્યારે પણ રમકડાં તેના પ્રિય સાથી હોય છે. બાળકની કોઇ ચોકકસ પ્રકારના રમકડામાં સાથેનો વર્તાવ મમમએક મનોવિજ્ઞાન દ્રષ્ટિએ મુલવી શકાય છે. ટાગોરે તેની એક કવિતામાં કહ્યું છે કે ‘એક રમકડું બાળકોને ખુશીઓની અનંત દુનિયમાં લઇ જાય છે’

આપણી પ્રાચિન સિંધુ સંસ્કૃતિના અવશેષોમાં  પણ રમકડા  જોવા મળેલ છે.  રમકડાને બાળકો વચ્ચે પ્રાચિન કાળથી જ સંબંધ છે.  ઘોડીયા હિંચકતા બાળખનેરંગબેરંગી ધૂધરોકે ફરતો ધૂધરો બધા બાંધે છે.21મી સદી ભલે  આવી પણ રમકડા (ટોયસ) આજે પણ છે.  આ રમકડું એક એવી વસ્તુ છે જેના  ઉપયોગથી મનોરંજન મળે છે. બાળક વાતાવરણમાંથી ઘણના માહોલમાંથી ઘણુ શીખતો હોય છે. તેથી પણ આવા રમકડાનું તેના જીવનમા મહત્વ છે. આમ જોઈએ તો પણ રમકડા બાળકોનાં  બચપણ સાથે સિઘા જોડાયેલા છે.અમૂક રમકડા તો યુવા  વૃધ્ધો પણ રમવા લાગે છે.

પહેલા માટીના પછી લાકડાના  ને હવે પ્લાસ્ટીક કે વાગે નહીતેવી ધાતુના   પતરામાંથી બનાવાય છે.  ચિત જેવા દેશો ખાલી રમકડશનો કારોબારકરે છે.આત્મનિર્ભર ભારતને કારણે હવે  આપણાભારતમાં પણ શ્રેષ્ઠ ટકાઉ રમકડાબનવા લાગ્યા છે.   ચાવીવાળા સેલવાળાકેરીમોટ કંટ્રોલ કે   સેન્સર વાળા રમકડા આજની 21 મી સદીમાં આવી ગયાછે.  વિશ્ર્વમાં  વિશાળ ટોય માર્કેટ તેના શો રૂમો આવેલા છે.

રમકડામાં પશુ-પક્ષી ફુૂલકે કાર્ટુનના વિવિધ  કેરેકટરની હાલ બોલબાલા છે. અવનવા વિવિધ  કલરોમાંઆવતા રમકડાને  બાળક પકડી ને રમતુજોવા મળે છે. ટબુકડા બાળકોને કલરફુલ રમકડા બહુ ગમે છે. સામાન્ય દડાથી શરૂ કરીને  અધતન ટોયકાર જેની કિંમત લાખોમાં હોય છે.  આજના રમકડા પહેલા જેવા  સસ્તા નથી મળતા આજે બજારમાં રીમોર્ટ વાળા નાના  રમકડાની  કિંમત પણ  ચાર આંકડામાં  હોય છે. હવે  તો  આપણાં ગુજરાતનાં રમકડા વિદેશોમાં  નિકાસ થઈરહ્યા છે.છોકરા છોકરીના રમકડા પણ અલગ અલગ જોવા  મળે છે. ઢીંગલીનો કલર પીંક હોય છે. કિચન સેટ, ડોકટરસેટજેવા વિવિધતા સભર રમકડા આજે બજારમાં ધુમ મચાવે છે.

શિક્ષણમાં  પણ હવે ટીચીંગ લર્નીંગ મટીરીયલ (ટીએલએમ)માં શૈક્ષણીક રમકડશ આવી ગયા છે.  જેને કારણે બાળકો ઝડપથી શીખીશકે છે. આપણા પાટનગર ગાંધીનગરમાં ટોયસ મ્યુઝિયમ 30 એકરમાં 1500 કરોડના ખર્ચે બની રહ્યું છે. રાજકોટમાં પણ ખુબજ સુંદર ઢીગલી ઘર બનાવાયું છે. જેમાં દુનિયાના તમામ દેશોની ઢીંગલી રાખવામાં આવી છે. ટોયસ મ્યુઝિયમમા ભારત દેશના ખુણેખૂણેથી 11 લાખથી વધુ પ્રાચિન અને આધુનિક  રમકડા જોવા મળશે.દેશનીકે રાજયની ચિલ્ડ્રન યુનિવર્સિટીએ રમકડા શાસ્ત્ર વિકસાવીને  તે ક્ષેત્રનાં  નિષ્ણાંતો અને ચાઈલ્ડ સાયકોલોજીસ્ટના સથવારે શૈક્ષણીક રમકડા નિર્માણ કરવા જરૂરી છે. કારણ કે  બાળકને   રસરૂચી રમકડામાં હોવાથી તેના માધ્યમ દ્વારા તેનોવિકાસ ઝડપી કરી શકાય છે.  દુનિયાનું સૌથી મોટુ રમકડાં સંગ્રાહલય અમેરીકામાં  છેજયાં 10 લાખથી વધુ રમકડા  પ્રાચીન ને આધુનિક યુગના છે. સાત અલગ  વિભાગમાં રમકડાં  ત્યાં મુકવામાાં આવ્યા છે.

10 લાખ પ્રાચિન અને આધુનિક યુગના રમકડાં !!

દુનિયામાં સૌથી મોટું ટોયસ મ્યુઝિયમ અમેરિકામાં આવેલું છે જયાં 10 લાખથી વધુ પ્રાચિન અને અર્વાચિન યુગના રમકડાં છે. આજે દુનિયાભરમાં રમકડાના વિશાળ સ્ટોરોમાં લાખેણા રમકડાં મળે છે. ઇલેકટ્રોનિક યુગમાં રીમોર્ટ કંટ્રોલ સંચાલિત રમકડાંની માંગ વધુ છે. આપણાં પાટનગર ગાંધીનગરમાં પણ 30 એકરમાં 1પ00 કરોડના ખર્ચે ટોયસ મ્યુજિયમ બની રહ્યું છે. રાજકોટમાં વિશ્ર્વના તમામ દેશોની ઢીંગલીઓનું ઢીગલી ઘર પણ આવેલું છે. આજે બાળક સામાન્ય દડાથી શરુ કરીને અદ્યતન સાચા જેવી લાગતી ટોયકારથી રમી રહ્યો છે. મગજનો વિકાસ કરવા વિવિધ પઝલ્સે પણ રમકડાંનું સ્થાન લીધું છે.

શિક્ષણમાં પણ આવ્યા શૈક્ષણિક રમકડાં !!

બાળકોનો અતુટ નાતો રમકડાં સાથે હોવાથી હવે આ યુગમાં ટીચીંગ લનીંગ મટીરીયલ્સ (TLM) માં એજયુકેશન  ટોયસનો જમાનો આવી ગયો છે. શૈક્ષણિક રમકડાંથી રમતાં – રમતાં જ બાળક ઘણું શીખી જાય છે. શિક્ષણમાં રમકડાના ઉપયોગથી બાળકોને રસ- પ્રવૃતિ સાથે તરંગ – ઉલ્લાસમય રીતે ભણવાની મઝા આવે છે. ઘણા શૈક્ષણિક રમકડાં તો બાળકો જાતે પણ બનાવે છે.

પ્લે હાઉસથી જ વિવિધ પ્રવૃતિમાં આવા રમકડાંના ઉપયોગથી વાંચન, ગણન અને લેખન કૌશલ્ય ઝડપથી વિકસે છે. બાળકોને વાર્તા અને રમકડાં બહુ જ ગમતા હોવાથી આ બ્ન્નેને સાંકળીને શિક્ષણમાં ઉપયોગ કરવાથી બાળક ઝડપથી શીખવા લાગે છે. બાળકના મગજને વિકસાવવા રમકડાં સૌથી શ્રેષ્ઠ છે. બાળકોને વિવિધ પશુ-પંખીને પ્રાણીઓના રમકડાં ગમતાં હોવાથી તેની સાથે રમતાં રમતા એ પ્રાણી વિશેની સમજ મેળવવા લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.