Abtak Media Google News

Table of Contents

જિનેટીક સાયન્સના અભ્યાસ મુજબ  વધુ પડતુ  નાહવાથી રોગ પ્રતિકારક  શકિતને નુકશાન થાય અને જંતુઓ-વાયરસ સામે લડવાની શરીર ક્ષમતા ક્ષીણ થાય છે

પ્રવર્તમાન શિયાળામાં રોજ સ્નાન  કરવાનો કંટાળો આવી જાય છે. તેમાં પણ સ્નાન  કરવાના ‘ચોર’ માટે તો શિયાળો દુ:ખદાયક  બની જાય છે પણ હવે તેના માટે આનંદના સમાચાર આવી રહ્યા છે. જેમાં સાયન્સ જણાવે છે કે પ્રવર્તમાન  ઠંડીમાં સ્નાન નહિ  કરો તો ચાલશે. વધુમાં રોજ નહી  પણ વીકમાં બે-ત્રણ વાર સ્નાન કરવાથી – આરોગ્યને મોટો ફાયદો   જોવા મળે છે.  આ રસપ્રદ   સંશોધનમાં રોજ સ્નાન  કરવાથી સંક્રમણનો ખતરો વધી જવાની  વાત જણાવી છે.

ત્રણવાર  નાહવું ને એકવાર ખાવું,  એકવાર નાહવું ને  ત્રણવાર ખ્ાવું જેવી આપણી પૌરાણિક   વાતો સાથે અને   આપણી હિન્દુ  સંસ્કૃતિમાં, પૂજન અર્ચનમાં નિત્ય સ્નાને ઘણું મહત્વ અપાયું છે. આપણે તો નાના બાળકોને  પણ નિયમિત  સ્નાન કરીને   ચોખ્ખા રાખીએ છીએ પણ   જો આપણે જીમમાં કે પરસેવો  વહાવતા  ન હોય કે ધૂળ માટીના બહાર બહું ન જતા હોય તો નાહવાની જરૂર જ નથી. આજકાલ પડતી ઠંડીમાં તો  વીકમાં બે ત્રણવાર   તો પણ ચાલે સાથે   તમારી  તંદુરસ્તી પણ સારી રહે છે તેમ વિજ્ઞાનિકો જણાવે છે.

સ્નાન કરવાથી ત્વચાનું કુદરતી તેલ અને આપણી પ્રતિકારક શકિતને સપોર્ટ કરતા સારા બેકટેરીયા નીકળી જાય છે:  જો તમે દરરોજ  ગરમ પાણીથી  સ્નાન કરો છો તો તે તમારા નખને પણ નુકશાન કરે છે

દુનિયાભરના સ્કિન સ્પેશિયાલિસ્ટ માને છે કે ઠંડીમાં રોજ ન નાહવું એક સારો નિર્ણય છે: તમે  જીમમાં નથી જતાં, પરસેવો નથી વહાવતા અને ધૂળ-માટીમાં રહેતા નથી તો દરરોજ  સ્નાન કરવું જરૂરી નથી

જિનેટીક  સાયન્સના  અહેવાલ મુજબ વધુ પડતુ  સ્નાન કરવાથી રોગ પ્રતિકારક   શકિતને   નુકશાન થાય અને જંતુઓ  અને વાયરસ   સાથે લડવાની   આપણી શરીર શકિતની   ક્ષમતા  ક્ષીણ થઈ જાય છે. રોજ સ્નાન  કરવાથી આપણી   ચામડી શુષ્ક અને નબળી પડી જાય છે.  સાથે ગંભીર  બાબત તો એ છેકે ઈન્ફેકશનનું જોખમ વધી જાય છે.  દુનિયાભરના ચામડીના   ડોકટર પણ   માને છે કે ઠંડીમાં   રોજ સ્નાન કરવું  તે એક સારો નિર્ણય છે. રોજ સ્નાન  કરવાથી ત્વચાનું   કુદરતી તેલ  નીકળી જતા સ્ક્રીન ઈન્ફેકશન  થઈ શકે છે.

રોજ સ્નાન કરવાથી આપણા  શરીર પરના સારા બેકટેરીયા કે જે આપણી પ્રતિકારક શકિતને  સપોર્ટ કરતા  હોય તે નીકળી જાય છે. જેને કારણે  પણ ચેપનું   પ્રમાણ વધી જાય છે. બીજી એક વાત કે  તમો દરરોજ  ગરમ પાણીએ સ્નાન  કરો છશેતો તમારા નખને નુકશાન  થઈ શકે છે,કારણ કે   સ્નાન કરતી વખતે નખ પાણીને શોષીલેતા હોવાથી તે નરમ પડી જાય છે,  અને ખરી પડેછે. તમે ઠંડીમાં રોજ સ્નાન નથી કરતાં તો પણ તમારી સ્ક્રિન અને હેલ્થ સારી   જ રહે છે.   આપણાં શરીરની   ચામડીની પોતાની ક્ષમતા હોય છે. કે તે પોતે સાફ કરી લે છે.  શરીરનો  નકામો કચરો   પરસેવા રૂપે   બહાર નીકળે છે ત્યારે પણ ત્વચા કુદરતી રીતે  સ્વચ્છ  થઈ જ જાય છે.

ચામડી ઉપર શરીરને મદદ રૂપ થતા ઘણા બેકટેરીયા હોય છે.જે આપણી રોગ પ્રતિકારક શકિતને   વધારવા માટે પણ જરૂરી છેતે નિત્ય સ્નાનને કારણે સારા બેકટેરીયા દૂર  થઈ જાય છે.જે શરીર માટે  હાનીકારક છે.  આ ઉપરાંત નખની અસલ ચમક પણ નિત્ય સ્નાનથી દૂર થઈ  જતી જોવા મળે છે, અને નખ નબળા પડીને ખરી જાય છે. ચામડીનું    કુદરતી ઓઈલ નીકળી જવાથી   સ્ક્રિનની તકલીફ વિશેષ જોવા મળે છે.  સવારે સ્નાન   કરીને કારખાનામાં કામ કરતો કારીગર સાંજે ઘરે આવીને  ફરી સ્નાન કરે છે.

રોજ સ્નાન  કરવાથી તન-મન  પ્રફુલ્લિત રહે તેવી આપણી માન્યતાઓ છે. ત્યારે તેમાંથી વધુ નુકશાન થશય છે. તે બહુ ઓછા લોકો જાણે છે.  શોધ-સંશોધનના આધારે  આ 21મી સદીમાં ઘણી વાતો સાથે શરીર  વિજ્ઞાનનું જ્ઞાન લોકોને મળી રહ્યું છે. શરીર સંભાળ આજના યુગમાં સૌથી મહત્વની છે. ત્યારે આપણી   રોગો સામે  વાયરસ સામે લડવાની તાકાત સૌથી મહત્વની બાબત ગણી શકાય છે.  પોષ્ટિક  આહાર સાથે  શરીરની   તંદુરસ્તી ‘ટનાટન’ રાખો બાકી   રોજ સ્નાન  કરીને હાથે કરીને  શરીર બગાડવાની જરૂર નથી તેમ વિજ્ઞાનિકો  જણાવે છે.

સાબુના ઉપયોગથી તમારી પ્રાકૃતિક  સુંદરતા  નષ્ટ થાય!

સ્નાન કરતી વખ્તે  રોજીંદા સાબુના ઉપયોગથી  આપણી પ્રાકૃતિક  સુંદરતા નષ્ટ થાય છે. આ સાબુ તમારી સ્કિનમાં રહેલ પ્રાકૃતિક   તેલને નાશ કરે છે. જેને કારણે ખંજવાળ જેવી બિમારીઓ  થઈ શકે છે. સાબુમાં વધારે પડતુ પીએચ લેવલ મળી આવે છે. જે તમારી  ચામડીને  નુકશાન કરે અને ત્વચાને  શુષ્ક  અને કમજોર કરી દે છે.તમારી ત્વચા અનુસાર સાબુની પસંદગી કરવી જોઈએ.

આપણા દેશમાં બ્રહ્મ મુહુર્તમાં સ્નાન કરવાનું અનેરૂ મહત્વ

દરરોજ સ્નાન કરવાની પૌરાણિક માન્યતા સાથે તહેવારો ઉપર સવારમાં ઉઠીને સ્નાનનું મહત્વ છે. પૂનમ જેવી તિથિ પર હરદ્વાર કે ગંગાના  પવિત્ર સ્નાને સ્નાન કરવાનો અનેરો મહિમા છે.આપણે ત્યાં  દરરોજ સ્નાન  કરવાથી શરીર પવિત્ર થાય તેવી માન્યતાઓ છે.

રોજ સ્નાન કરવામાં દુનિયામાં  ભારત-જાપાન અને ઈન્ડોનેશિયાના લોકો મોખરે

એક તાજેતરનાં સર્વેમાં રોજસ્નાન કરવાથી થતાં શરીરને વિવિધ નુકશાન ચર્ચા આજકાલ ચાલી રહી છે ત્યારે   દુનિયાભરમાં રોજ સ્નાન  કરવામાં સૌથી આગળ ભારત-જાપાન અને ઈન્ડોનેશિયાના નાગરીકો છે, રોજ સ્નાન  કરવું એ પાણીના બગાડની સાથે શારીરીક અને માનસિક રીતે હાનીકારક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.