Abtak Media Google News

18 આગેવાનોને રૂબરૂ સાંભળવા બોલાવાયાં: શિસ્ત સમિતિ કન્વિનર બાલુભાઇ પટેલની જાહેરાત

ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. જે આગેવાનોએ ટિકિટ માંગી હતી તેઓને પક્ષે કોઇ કારણોસર ટિકિટ આપી ન હતી. તેઓએ પક્ષમાં રહી પક્ષને નુકશાન પહોંચાડ્યું હતું. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી શિસ્ત સમિતિ સમક્ષ કુલ 71 ફરિયાદ મળી હતી. જેના આધારે તાત્કાલીક અસરથી 38 હોદ્ેદારો અને કાર્યકરોને તેઓના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. આજે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદમાં માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના શિસ્ત કમિટીના ક્ધવીનર બાલુભાઇ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં ઘણા સમયથી શિસ્ત સમિતિ કાર્યરત છે.

સમિતિ દ્વારા અલગ-અલગ બે કિસ્સાઓમાં કામગીરી કરવામાં આવે છે. જેમાં ચૂંટણી સમયે કાર્યકર પક્ષ વિરૂધ્ધ કામ કરે ત્યારે અને વર્ષ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે પક્ષના આદેશનો અનાદર કરનાર સામે કામગીરી કરવામાં આવે છે. કોઇપણ કાર્યકર માટે શિસ્ત ભંગની ફરિયાદ મળે ત્યારે તેની ગંભીરતાની ચકાસણી કર્યા બાદ શિસ્ત ભંગના પગલા લેવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં સમિતિ સમક્ષ શિસ્ત ભંગની 71 ફરિયાદો મળી હતી. જેમાં અલગ-અલગ વિસ્તારોના 95 કાર્યકરોનો સમાવેશ થતો હતો.

ગત પાંચ જાન્યુઆરીના રોજ શિસ્ત સમિતિની પહેલી બેઠક મળી હતી. ત્યારબાદ ગઇકાલે બીજી બેઠક યોજવામાં આવી હતી. શિસ્ત ભંગની ફરિયાદના આધારે 38 કાર્યકરો અને આગેવાનોને તેઓના હોદ્ા પરથી દૂર કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ 18 અરજદારોને તેઓની રજૂઆતના આધારે રૂબરૂ બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે શિસ્ત ભંગની 71 અરજીઓ પૈકી પાંચ અરજીઓ જિલ્લા કક્ષાએ સમિતિના પ્રમુખ તરફ મોકલી દેવામાં આવી છે અને તેમાં શિક્ષાત્મક પગલાં લેવા માટે તેઓને છૂટ આપી દેવાઇ છે. આઠ વ્યક્તિઓ સામેની ફરિયાદમાં સામાન્ય ગંભીરતા જણાતા તેઓને પત્ર દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે. જ્યારે 11 અરજીઓમાં કોઇ તથ્ય ન દેખાતા તેઓને રદ્ કરી દેવામાં આવી છે. જ્યારે ચાર ફરિયાદો વધુ અભ્યાસ માટે હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે. જેના પર આગામી દિવસોમાં કોઇ નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.