Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પલેક્ષ પાસે બ્યુટીફિકેશનમાં માટી કૌભાંડ થયું હતું, ટ્રેક્ટર સાથે કારના 7 લાખ રૂપિયાનું બિલ મુકીને કૌભાંડ બહાર આવ્યું હતું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડ મામલે હાઈકોર્ટ એક્શનમાં આવી છે. વાત જાણે એમ છે કે, ગુજરાત હાઇકોર્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડમાં ફરી તપાસના આદેશ આપ્યા છે. હાઇકોર્ટે 28 ફેબ્રુઆરી સુધી તપાસ કરીને રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. નોંધનીય છે કે, અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સ્પોર્ટસ કોમ્પલેક્ષ પાસે બ્યુટીફિકેશનમાં માટી કૌભાંડ થયું હતું. ટ્રેક્ટર સાથે કારના 7 લાખ રૂપિયાનું બિલ મુકીને આચરવામાં કૌભાંડ આવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના માટી કૌભાંડ ફરી એકવાર તપાસના આદેશ આપ્યા છે. ભૂતકાળ પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સ્પોર્ટસ કોમ્પલેક્ષ પાસે બ્યુટીફિકેશનનું કામ હાથ ધરાયું હતું. જેમાં તત્કાલિન શારીરિક શિક્ષણ નિયામક જતીન સોનીની બેદકારીથી કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. વિગતો મુજબ ટ્રેકટર મારફત 963 માટીના ફેરા કરીને 7.20 લાખનું બીલ ચુકવાયું હતું. જેમાં કોઈપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી ન હતી. તેમજ બીલમાં ટ્રેકટરના બદલે કારના નંબર નખાતા તેને ઓડીટ વિભાગે શોધી કાઢતા આ કૌભાંડ સામે આવ્યું હતું.

જતીન સોનીને મળી હતી કલીનચિટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના માટી કૌભાંડમાં ખોટા બીલો કરી ભ્રષ્ટાચારઆચરવામાં આવ્યો હોવાની ફરીયાદો ઉઠી હતી. આ પ્રકરણમાં ગજઞઈં દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં હલ્લાબોલ કરી તે સમયે જતીન સોની પાસેથી રાજીનામું માગવામાં આવ્યું હતું. જે બાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તપાસ કમીટી રચવામાં આવી હતી. જેમાં કાર્યકારી રજીસ્ટ્રાર જતીન સોનીને કલીનચીટ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.