Abtak Media Google News

પ્રમુખપદે મનીષ ખખ્ખર સહિત હોદ્ેદારો અને કારોબારી સભ્ય સહિત 12ની સર્વાનુમતે વરણી

એમ.એ.સી. ટી. બાર એસો.ની હોદેદારોની  વર્ષો જૂની સર્વાનુમતે ચૂંટણીની પરંપરા 2022ના વર્ષમાં તૂટ્યા બાદ આ વર્ષ 2023ની ચૂંટણીમાં ફરીથી પુન:સ્થાપિત થઈ છે, તેમાં એડવોકેટ મનીષ ખખ્ખર સહિતની આખી પેનલ સર્વાનુમતે જાહેર કરવામાં આવી છે.

આ વખતે ઉમેદવારો વચ્ચે વકીલોના વ્યાપક હિતમાં તથા તમામ સભ્ય વચ્ચે કાયમી ભાઈચારો રહે તે હેતુથી તમામ પોસ્ટ બિનહરીફ થયેલ હોઈ જેમાં પ્રમુખ તરીકે મનીષ એચ. ખખ્ખર ઉપપ્રમુખ તરીકે અજયભાઈ સેદાણી, સેક્રેટરી તરીકે  પ્રિયાંકભાઈ ભટ્ટ, જોઈન્ટ સેક્રેટરી તરીકે  વિનુભાઈ વાઢેર ટ્રેઝરર તરીકે અનિરુધ ભાઈ ભેડા તથા કારોબારી સભ્યો તરીકે પ્રતિક સંજયભાઈ વ્યાસ,મૌલિક જોષી, અજયભાઈ સાકરીયા,હિમાંશુભાઈ ગોહેલ, નિકુંજ શુક્લા, રણજીત મકવાણા તથા ભાવનાબેન વાધેલા તમામને પણ પ્રવાહનું સર્વાનુમતે જાહેર કરાયા છે.  ચૂંટણીમાં કમિશનર તરીકે એડવોકેટ કેતનભાઈ શાહ તથા મુકુન્દસિંહ સરવૈયાએ સેવાઓ આપી હતી.

એમએસીટી બારના નવા હોદ્દેદારો સહિતની કમિટી ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે જેમાં, સુનીલભાઈ મોઢા, જેજે ત્રિવેદી, પી.આર.દેસાઈ, એચ.સી.સયાણી, અનિલભાઈ દેસાઈ, અર્જુનભાઈ પટેલ સંજયભાઈ વ્યાસ,વિશાલ ગોસાઈ, મુકેશભાઈ દેસાઈ, એન.આર. શાહ, રાજુભાઈ મેહતા, પૂર્વ પ્રમુખ અજયભાઈ જોશી, એ. જી. મોદન, ગુલ્ફમ સુરૈયા, ગોપાલભાઈ ત્રિવેદી, કે.જે ત્રિવેદી, જયભાઈ ચૌધરી, ઉદયભાઈ દવે, કમલેશ શાહ, પીયુષ શાહ, વિપુલ કકડ, સંજય બાવીશી, અલય મનીષભાઈ ખખ્ખર, રક્ષાબેન ઉપાધ્યાય,ધર્મીસ્ઠાબેન જોશી, કે.એલ વ્યાસ, કેતન વોરા,પંકજભાઈ સોઢા ભાવેશભાઈ મકવાણા, શ્યામભાઈ ગોહેલ, કલ્પેશ વાઘેલા, બી સી પટણી, રજુભાઈ સખરાણી તેમજ રાજકોટ બાર ના પ્રમુખ એલ.જે.શાહી ડી.જી.પી. એસ.કે.વોરા, ક્રિમીનલ બારના પ્રમુખ એન.ડી.ચાવડા, રેવન્યુબાર, મહિલાબાર, ડીસ્ટ્રીક્ટ બાર, ક્ધઝ્યુમર બાર તેમજ લેબર બારના પ્રમુખોએ પણ એમ.એ.સી.ટી. બાર એસો. 2023ની નવી કમિટીને શુભેછા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.