Abtak Media Google News

Screenshot 8 7 રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની આગવી કુનેહથી યુવકને અપહરણકારોના સકંજામાંથી મુક્ત કરાવી રાજકોટ હેમખેમ પહોચતો કરાવ્યો

અપહૃત યુવકના પરિવારે રાજકોટ પોલીસની સરાહનીય કામગીરીની પ્રશંસા કરી

રાજકોટના સ્કેપના ધંધાર્થી યુવાન વ્યવસાય માટે પંદર દિવસ પહેલાં સાઉથ આફ્રિકા ગયો હતો ત્યારે તેનું  જહોનિસબર્ગ એરપોર્ટ ખાતેથી જ અપહરણ કરી અપહૃતના મોબાઇલમાંથી તેના પિતા સાથે વાત ચિત કરી રુા.1.50 કરોડની ખંડણીની થયેલી માગણી અંગે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગ દર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને સાયબર ક્રાઇમના એસીપી વિશાલકુમાર રબારી સહિતના સ્ટાફે વિદેશ મંત્રાલય સાથે ઘટનાની ગંભીરતા અંગે ચર્ચા  કરી આફ્રિકા પોલીસની મદદથી અપહૃત યુવકનો અપહરણકારોના સકંજામાંથી છુટકારો કરાવી હેમખેમ રાજકોટ પહોચતા અપહૃત યુવકના પરિવારે રાજકોટ પોલીસની સરાહનીય કામગીરીની પસંશા કરી છે. આફ્રિકા પોલીસે અપહરણના ગુનામાં ચાર પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરી છે.

વિગતો મુજબ કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ સામે સત્યમ હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરતાં કેયુર પ્રફુલભાઇ મલ્લી (ઉ.વ.28) સ્ક્રેપની ખરીદી માટે આફ્રિકાના જ્હોનિસબર્ગ જવા ગત તા.19ની રાત્રીના રાજકોટથી ટ્રેનથી મુંબઇ પહોંચ્યા હતા અને ત્યાંથી ફ્લાઇટમાં તા.20ના રાત્રે જ્હોનિસબર્ગ એરપોર્ટ પર પહોંચ્યા હતા,

એરપોર્ટ પર અગાઉથી જ ત્રણ શખ્સો હાજર હતા અને તે રાજકોટના વેપારીને કારમાં બેસાડી 20 કિલોમીટર દૂર કોઇ અવાવરૂ સ્થળે આવેલા મકાને લઇ ગયા હતા, મકાનમાં પહોંચતા જ કેયુર મલ્લીના લમણે રિવોલ્વર રાખી પૈસાની માગણી કરી હતી.

તા.21ને સવારે અપહરણકારોએ કેયૂર પાસે તેના પિતા પ્રફુલભાઇને ફોન કરાવ્યો હતો.અને રૂ.1.50 કરોડની ખંડણી માગી હતી.બનાવ બનતા જ પ્રફુલભાઇએ રાજકોટ ક્રાઇમબ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલને મળ્યા હતા અને ડીસીપી ગોહિલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને ઘટનાથી વાકેફ તેઓ એ કેયૂરને મુક્ત કરાવવાનું મિશન હાથ ધર્યું હતું.કમિશનર દ્વારા રાજ્યના ગૃહ વિભાગ તેમજ આઇબીના વડાને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા બાદ વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી તેમના માધ્યમથી આફ્રિકાના વિદેશ મંત્રાલય સાથે પોલીસ વાતચીત શરૂ કરી હતી હતો, અપહરણકારો ખંડણી માટે સતત ફોન હતા અને અંતે મામલો રૂ.30 લાખમાં આપવાનું નક્કી કર્યું હતું.પ્રફુલભાઇએ રાજકોટની આંગડિયા પેઢીથી અમદાવાદ રૂ.30 લાખ મોકલ્યા હતા અને અમદાવાદથી દુબઇ હવાલો પડ્યો હતો. અપહરણકારોને સંદેશો મળતાં તેઓ જ્હોનિસબર્ગ એરપોર્ટ પર કેયુરને લઇને પહોંચ્યા હતા, ત્યારે ત્યાં જ્હોનીસબર્ગ પોલીસ અગાઉથી જ તૈનાત હતી અને કેયુર અપહરણકારોથી સલામત સ્થળે પહોંચતા જ ત્યાંની પોલીસે ચારેય અપહરણકારોને ઉઠાવી લીધા હતા.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, ઝડપાયેલા ચારેય શખ્સો પાકિસ્તાની હોવાની અને 15 લાખ જેટલી રકમ જ્હોનીસબર્ગ પોલીસે કબજે કર્યાની માહિતી પ્રાપ્ત થઇ છે. કેયુર મલ્લીએ જણાવ્યું હતું કે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરતો હોય જ્હોનિસબર્ગમાં રહેતા અબ્દુલ નામના શખ્સનો પરિચય થયો હતો અને તેની સાથે વાતચીત બાદ પોતે જ્હોનિસબર્ગ ગયો હતો પરંતુ અબ્દુલ અને તેના મળતીયાઓ આ રીતે વેપારીઓને બોલાવીને ખંડણી ઉઘરાવતા હોવાનું ત્યાં પહોંચ્યા બાદ અહેસાસ થયો હતો.અપહ્યુત કેયુરને થયું કે પોતે હેમખેમ છૂટી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.