Abtak Media Google News

રેલ મંત્રાલય ૯૭૦૦ કરોડ રૂપિયાનું મોટું રોકાણ કરી અદ્યતન સુવિધાઓ વિકસાવશે

ભારતમાં બેરોજગારી ગરીબી જેવા પાયાના પ્રશ્ર્નો દુર કરવા અને યુવાનોને રોજગારી આપવા સરકાર પ્રયાસો કરી રહી છે. ત્યારે બેકાર લોકો માટે આનંદના સમાચાર છે. રેલવે દસ લાખ લોકોને રોજગારી આપવાની યોજન ઘડી રહ્યું છે. જે અંતર્ગત રેલવે મંત્રાલય ૧૫૦ કરોડ ડોલરથી (૯૭૫૦ કરોડ) વધુનું રોકાણ કરી આવતા પાંચ વર્ષના ગાળામાં દર લાખનજી નવી નોકરીની તકોનું સર્જન કરશે.

એક એવોર્ડ ફંડશનમાં માહીતી આપતા રેલવે મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું કે, રેલવે મંત્રાલય ૧૫૦ કરોડ ડોલરથી વધુનું રોકાણ કરશે અને આ વિશાળ રોકાણથી દેશમાં નવી ૧૦ લાખ નોકરીની તકો ઉભી થશે. તેમજ રોજગારી પુરી પાડવાના સરકારના એજન્ડામાં અને મુસાફરોને સલામત, કોમ્ફોર્ટેબલ મુસાફરીની સરકારની યોજનામાં રેલવે મહત્વનો ફાળો આપશે. આ ઉ૫રાંત આતંરમાળખાકીય સુવિધાઓ વધવાની સાથે લોકલ મેન્યુફેકચીરીંગમાં પણ વધારો થશે. રેલમંત્રી પીયુષ ગોયલે વધુમાં જણાવતા કહ્યું કે, આવનારા ચાર વર્ષમાં ટ્રેનો સંપૂર્ણપણે ઇલેકટ્રીફાઇડ થઇ જશે. જેથી ટ્રેનોમાં થતો ઇંધણ ખર્ચ ઘટશે અને ખોટ કરતા રેલવેની ખાદ્ય ૩૦ ટકા સુધી પુરી કરી શકાશે. ટ્રેનોમાં ડીઝલના સ્થાને ઇલેકટ્રીસીટીનો ઉપયોગ થવાથી ડીઝલ ખર્ચ ઘટશે જેનાથી દર વર્ષે રેલવેને ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની બચત થશે.

રેલવેના હયુઝ રોકાણથી રેલવે સ્ટેશનોમાં આતંર માળખાકીય સુવિધાઓ અદ્યતન બનશે અને સાથે સાથે દસ લાખ નોકરીની નવી તકોનું સર્જન કરશે જે આજના યુવાનો તેમાં પણ ખાસ કરીને બેકારોને મોટા ફાયદારુપ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.