Abtak Media Google News

રાજથાનના અજમેરમાં કુંદન નગરમાં બનેલા ડિઝનીલેન્ડમાં કેબલ તૂટવાને કારણે રાઈડનો કેબલ અચાનક તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાઇડનો કેબલ તૂટતા 30 ફૂટ ઉપરથી નીચે પટકાઈ જેમાં 7 બાળકો સહિત 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઝૂલામાં કુલ 25 લોકો બેઠા હતા ત્યાં અચાનક રાઈડ તૂટતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત બાદ રાઈડ ઓપરેટર સહિત તમામ દુકાનદારો મેળામાંથી ભાગી ગયા છે ત્યારે આ ઘટનાને પગલે પોલીસે તપાસ શરુ કરી છે.

27 ફેબ્રુઆરીના શરુ કરાયું’તું ડીઝનીલેન્ડ

કુંદન નગર વિસ્તારમાં 27 ફેબ્રુઆરીના રોજ દરબાર ડિઝનીલેન્ડની શરુઆત કરવામાં આવી હતી અને 28 માર્ચે સમાપ્ત થવાનું હતું ત્યારે મંગળવારે ૨૧ માર્ચના સાંજે 7 વાગ્યાની આસપાસ અનેક લોકો આ ડીઝનીલેન્ડની મુલાકાત લેવા માટે આવ્યા હતા ત્યારે 25 લોકો ટાવરના ઝુલામાં બેઠા હતા ત્યાં અચાનક કેબલ તૂટતા અને કેબલ તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 7 બાળકો સહિત 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા . તમામ ઈજાગ્રસ્તોને જેએલએન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક તપાસ શરુ કરી હતી.

ઘાયલ થયેલા લોકોની યાદી:

ગયાસુદ્દીન

શાસ્ત્રીનગર નિવાસી હર્ષ

પોલીસ લાઇન નિવાસી સોનલ અગ્રવાલ

દિગ્ગી બજાર નિવાસી આફરીન

કિશનગઢ નિવાસી નીતુ

ધોળાભાટા નિવાસી ગીતાંજલિ

માલુસર રોડ નિવાસી અંશુ

વૈશાલી નગર નિવાસી લક્ષ્ય

વૈશાલી નગર નિવાસી કોમલ

પર્વતગંજ નિવાસી વંશિકા

સિવિલ લાઇન નિવાસી ભાવેશ

શીશા ખાન નિવાસી અરશીન

કશિશ

શેશાખાન નિવાસી કેટલાય લોકો ઘાયલ થયા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઝૂલો કેબલની મદદથી ઉપર ચઢે છે. તેની મદદથી તે નીચે ઉતરે છે. આવી સ્થિતિમાં કેબલ ખુલવા કે તૂટવાને કારણે આ અકસ્માત થયો છે. સાચું કારણ શું છે? તે તપાસ બાદ જ બહાર આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.