Abtak Media Google News

સુરત જાણે વિકાસની સાથે ક્રાઈમની ઘટનાઓમાં પણ પ્રગતિ કરી રહ્યું હોય એવી ઘટના છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે ત્યારે સુરતમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં લુંટારુઓએ બેફામ બનીને મોબાઈલની લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ 3 શખ્સે તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા કરીને આરોપીઓ બાઈક પર ફરાર થયા હતા ત્યારે આ મામલે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો ??

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના સચિન વિસ્તારની છે જ્યાં ફરી એક વાર આવારા તત્વોએ બેફામ બનીને લૂંટ ચલાવી હતી. સાડીના કારખાનામાં કામ કરતો સની ચૌહાણ નામનો યુવક રાત્રિના સાડા બાર વાગ્યાની આસપાસ સચિન હોજીવલા પાસેથી સુડા સેક્ટર ખાતેથી પસાર થઇ રહ્યો હતો. ત્યાં ત્રણ યુવકોએ હુમલો કરી મોબાઈલની લૂંટ ચલાવી હતી. યુવકે પ્રતિકાર કરતા તેના પર પેટના ભાગે છરીના ઘા ઝીંકી હુમલો કરી લુંટારૂઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા.

https://www.instagram.com/reel/Cq7b9LDoMmc/?utm_source=ig_web_copy_link

યુવાને મોબાઈલ નહીં આપતા પેટના ભાગે ચારીના ઘા ઝીંકીને હત્યા કરતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. યુવાની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. લુંટ વિથ મર્ડરની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જે કબજે કરીને સચિન પોલીસે લૂંટ વિથ હત્યા ગુનો દાખલ કરીને સમડીઓ વિરદ્ધ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. જે રીતે મોબાઈલ લૂંટની આ ઘટનામાં હત્યા થઈ અને ત્યારબાદ પોલીસે તપાસ કરી ત્યારે એવી પણ વિગત જાણવા મળી હતી કે, મોબાઈલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ સચિન વિસ્તાર લૂંટ કરવા ગયા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.