Abtak Media Google News

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતના કિસ્સામાં વધારો થતો જાય છે ત્યારે આજ રોજ સુરતમાં ચકચારી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ટ્રક ચાલકે 6 વર્ષના બાળકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. બાળકના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ ઘટનાને પગલે પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના સરોલી વિસ્તારની છે જ્યાં કન્ટ્રક્શન સાઈડ પર બાળકો રમી રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે એક 6 વર્ષ ના બાળક ને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. ટ્રક ચાલકે કપચી ઠલવી ટ્રક આગળ લેતા બાળક કચડાયું. ત્રણ બાળકો રમી રહ્યા હતા બે બાળકોનો બચાવ થયો હતો. સરોલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ટ્રકે ૬ વર્ષની માસુમને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી ત્યારે તેને વધુ સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યું હતું. પરિવારના વ્હાલ સોયા 6 વર્ષના બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સ્મીમેર હોસ્પિટલમાં પરિવારનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. પરિવારના આક્રંદથી સ્મીમેર હોસ્પિટમાંનું તંત્ર પણ ધ્રુજી ઊઠ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.