Abtak Media Google News

રર વર્ષની કારકીર્દીમાં જોખમી ઓપરેશનોમાં વધુ અનેકનો ઉમેરો

રાજકોટ વિદ્યાનગર રોડ સ્થિત ડો હિમાંશુ ઠક્કર ની હોસ્પિટલમાં નોંધાયો ધ્યાન આસોદરિયા નામ નું બાળક જેની ઉમર માત્ર દોઢ વર્ષ હતી તેને છેલ્લા દસ બાર દિવસ થી ઉધરસ અને કફ મટતો ન હતો અનેક ડોક્ટરો પાસે તપાસ અને  રિપોર્ટ કરાવ્યાં પરંતુ કોઈ ફરક ન જણાતા ફેફસાં નો સિટી સ્કેન કરવા મા આવ્યો તેમાં માલુમ પડયું કે બાળક ની શ્વાસનળી મા ડાબી બાજુ છેક ઊંડે ફેફસાં ની નજીક કાંઈક ફસાયેલ છે અને તેના ડાબા ફેફસાં મા બિલ્કુલ હવા જતી ના હતી અને ફેફસાં મા ચેપ પણ લાગી ગયો હતો

બાળક ને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેને વેન્ટિલેટર સપોર્ટ અને ઑક્સિજન આપવામાં આવી રહ્યો હતો અને આઈસિયુ મા દાખલ કરવામાં આવ્યો હતો બાળક ના વાલીઓ ને  તપાસ કરવા માટે સમજાવી તુરંત ડો હિમાંશુ ઠક્કરે બાળક ને ઓપરેશન મા લઇ શ્વાસનળી મો દૂરબીન વડે તપાસ કરી છેક ઊંડે ફસાયેલા શીંગ દાણા ના ત્રણેક કટકા જે શ્વાસનળી ની દિવાલ સાથે ચોંટી ગયા હતા અને આજુબાજુ કફ પણ હતો તે  દૂરબીન વડે કાઢી આપી બાળક નો જીવ બચાવીયો હતો

બાળકના  પિતા દીક્ષિતભાઈના જણાવ્યા મુજબ કદાચ એક મહીના થી  પણ વધારે સમય પહેલાં પ્રસાદ ની શીંગ બાળકે મોં મા  નાખી હતો અને ત્યારે ઉધરસ આવી હતી  વિકટ પરિસ્થિતિ મા પણ કોઈ પણ જાતના  કોમ્પ્લીકેશન વગર આવા અનેક ઓપરેશન કુનેહ પૂર્વક પાર પાડવા મા માહિર એવા ડો હિમાંશુ ઠક્કરે  તેમની 22 વર્ષ ની કારકિર્દી મા  અનેક સફળ ઓપરેશન કરી આ કેસમાં બાળકો ના ડોક્ટર તરીકે  ડો દિવ્યાંગ ભીમની  એ સેવા આપી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.