Abtak Media Google News

વિવિધ વયજૂથની મહિલાઓ વચ્ચે પોતાની શારીરિક પ્રતિમા, સામાજિક પરિપક્વતા અને જીવન ગુણવત્તા વચ્ચે ઘણો તફાવત જોવા મળે છે

ઉંમરની અસર વ્યક્તિના વિવિધ પરિવર્તન પર થાય છે તેમ માનસિકતા ઉપર પણ જોવા મળે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની શ્રેયા વસાવડા એ ડૉ. યોગેશ એ.જોગસણના માર્ગદર્શન માં એક અભ્યાસ કર્યો. જેમાં શરીર વિશેની પ્રતિમા, સામાજિક પરિપક્વતા અને જીવન ગુણવત્તા પર સ્ત્રીઓની ઉંમરની શું અસર જોવા મળે છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

સંશોધન માટે વિવિધ ઉંમરની સ્ત્રીઓ જેમાં 18 થી 30 વર્ષની, 40 થી 50 વર્ષની અને 60 વર્ષથી ઉપરની હોય તેવી સ્ત્રીઓની પસંદગી કરવામાં આવી હતી.

  • 18 થી 30 વર્ષની ઉંમરની મહિલાઓમાં દેહ પ્રતિમાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ ઉંમરની સ્ત્રીઓ પોતાના શારીરિક દેખાવ અંગે વધુ જાગૃત હોય છે અને તેમને પોતાના શારીરિક દેખાવ અંગેની ચિંતા પણ રહેતી હોય છે.
  • 40 થી 50 વર્ષની મહિલાઓમાં સામાજિક પરિપક્વતાનું પ્રમાણ વધુ જોવા મળ્યું. આ ઉંમરની મહિલાઓને કુટુંબના દરેક ઉંમરના લોકો સાથે સમાયોજન કરવાનું હોય, નિર્ણય લેવામાં પણ પરિપક્વતા દાખવવાની હોય તેમનામાં સામાજિક પરિપક્વતા વધુ જોવા મળી.
  • 60 વર્ષથી ઉપરની ઉંમરની સ્ત્રીઓમાં જીવન ગુણવત્તાનું પ્રમાણ વધુ જોવા મળ્યું. આ ઉંમરમાં હવે જીવનના દરેક અનુભવો થઈ ગયા હોય બહુ વધુ પડતી અપેક્ષાઓ કે ઈચ્છાઓનો બોજ રહેતો નથી. સાથે ઘણી સામાજિક જવાબદારીમાંથી મુક્ત થઈ જવાથી પણ જીવન ગુણવવતા માં વધારો જોવા મળે છે.

સામાજિક પરિપકવતા સુધારણા માટેના સૂચનો

  1. કોઈપણ કાર્ય માટે ધ્યેય નકકી કરવું તેમજ તે અંગેની યોજના બનાવી તે પ્રમાણે કાર્ય કરવું.
  2. પરિસ્થિતિ પ્રમાણે આવેગો અને ક્રિયાઓને નિયંત્રિત કરતાં શીખવું.
  3. કોઈપણ કાર્ય કરવા માટે દ્રઢતા અને આત્મવિશ્વાસ કેળવવો.
  4. નિષ્ફળતા પ્રાપ્ત થાય તો તેની જવાબદારી લેતા શીખવું તેમજ નિષ્ફળતાને શીખવાની અને આગળ વધવાની તક તરીકે લેવી જોઈએ.
  5. અન્ય લોકોની વાતો અને મંતવ્યોને શાંતિપૂર્વક સાંભળવા અને સમજવા પ્રયત્ન કરવો.
  6. નકારાત્મકતાને ટાળવા માટે પ્રયત્ન કરવો.
  7. અન્યો પર સહાનુભૂતિ રાખતા શીખવું.
  8. પોતાની મર્યાદા અને સામર્થ્ય ઓળખી તે પ્રમાણે વર્તન કરવું.

જીવન ગુણવત્તા સુધારવા માટેના સૂચનો

  1. યોગ્ય દિનચર્યા બનાવી તેનું પાલન કરવું તેમજ આરોગ્યપ્રદ આદતો કેળવવી.
  2. સમયનું યોગ્ય વ્યવસ્થાપન કરવું તેમજ તેનું પાલન કરવું.
  3. તણાવના સમયે પણ ખુશ રહેવા પ્રયત્ન કરવા.
  4. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સારું રાખવા પ્રયત્ન કરવા.
  5. ધ્યાન, યોગ જેવી પ્રવૃત્તિ કરવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.