Abtak Media Google News

‘અબતક’ના આંગણે પસમંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિનાના મુખ્ય સરક્ષક મહમદ ઈરફાન અને પ્રદેશ પ્રમુખ

સુલેમાનભાઈ ગઢીયા મુસ્લિમ સમાજ દેશની વર્તમાન પરિસ્થિતિ અને ભાવિ આયોજનો અંગે કરી વિસ્તૃત ચર્ચા

‘અબતક’ ચાય પે ચર્ચામાં વાચકો માટે નિરંતર કોઈપણ વિષય સાથે નિષ્ણાતો સાથે બૌદ્ધિક પરામર્શ કરી રાજકીય સામાજિક આર્થિક અને વિવિધ ઉપયોગી પાસાઓ સાથે વિસ્તૃત માહિતી સભર ચર્ચા વિચારણાથી નાગરિકોને સાંપ્રત પ્ર રાષ્ટ્રીય સામાજિક પ્રવાહ સાથે જોડી  જીવંત રાખવાના પ્રયાસો ના મૂળભૂત હેતુ સાથે ચાલતી ચાય પે ચર્ચા ની આશૃંખલા દિવસે દિવસે વધુને વધુ લોક લોકપ્રિય થતી જાય છે , આજે અબતક ના આંગણે આવેલા પસમંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિના ના મુખ્ય સરક્ષક ઇરફાન અહેમદ અને પ્રદેશ પ્રમુખ સુલેમાનભાઈ ગઢીયા સાથે ચાય પે ચર્ચા કાર્યક્રમમાં અબતકના રિપોર્ટર મારુત ત્રિવેદી દ્વારા વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી અહીં ચાય પે ચર્ચા અબ તક ના વાચકો માટે પ્રસ્તુત છે

પ્રશ્ન: પસમંદા મુસ્લિમ સમાજ અંગે જાણકારી આપશો?

ઇરફાન અહેમદ: પહેલા તો હું અબતક ચેનલ ને અભિનંદન આપીશ કે અબ તક ચેનલ સૌરાષ્ટ્ર ગુજરાતની સૌથી ચેનલ છે અને સમાજ અને રાષ્ટ્ર ઉપયોગી જીણામાં ઝીણી વિગતો છેવાડાના દર્શકો સુધી પહોંચાડે છે. અબ તક ચાય પે ચર્ચા ખૂબ જ લોકપ્રિય કાર્યક્રમ છે હું પણ ઘણીવાર આ કાર્યક્રમ મા અગાઉ આવી ચૂક્યો છું આજે ફરીથી મને આ તક મળી છે,આજે મને ચર્ચામાં બોલવાની તક આપી તે માટે હું આભારી છું.. પસમંદા મુસ્લિમ સમાજ  અંગે વાત કરું તો હૈદરાબાદ માં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પસમંદા મુસ્લિમ સમાજના વિકાસ માટે ની જે નેમ વ્યક્ત કરી હતી અને પશ્ચમંદા મુસ્લિમ સમાજનો કેવી રીતે વિકાસ થાય? કે મુખ્ય રાષ્ટ્રીય પ્રવાહમાં સામેલ થાય તેની વિસ્તૃત ચર્ચા કરી હતી .

ત્યાર પછી સરકારે સતત પણે પસમંદા મુસ્લિમ સમાજ મુસ્લિમના વિકાસ માટે કાર્ય કરવાનું શરૂ કર્યું  પસમંદા મુસ્લિમ સમાજ ને સરકારી યોજનાઓના લાભ મળે સમાજનો શૈક્ષણિક આર્થિક સામાજિક વિકાસ થાય અને વર્ષોથી રહેલું પછાતપણાનું લેબલ હટે તે માટે પસમંદા મુસ્લિમ સમાજ મુસ્લિમ ઉત્થાન સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં પસમાંદા મુસ્લિમ સમાજની વસ્તી વાળા વિસ્તારમાં જઈને અમે તેનો પ્રચાર કર્યો હતો . સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજ માં સામાજિક જાગૃતિ આવે તે માટે ગતિવિધિઓ ચલાવવામાં આવે છે સમાજને વિકાસના મુખ્ય પ્રવાહમાં લઈને ચાલવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ ના અભિગમને મુસ્લિમ સમાજે પણ સ્વીકાર્યું છે પછાત નાગરિકો માટેની સરકારની 125 થી વધુ યોજનાઓ કાર્યરત છે તેનો સૌથી વધુ લાભ પસમંદા મુસ્લિમ સમાજ ને  સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ સમાજને મળે તે માટે સમાજ ઉત્થાન સમિતિ કાર્યરત છે

અત્યાર સુધી એવું થતું હતું કે રાજકીય પક્ષો ખોટા પ્રચાર કરીને લઘુમતીઓને ભાજપ સાથે જોડાવાની તક જ આપતી ન હતી દેશમાં અમારી પસમંદા મુસ્લિમ ઉત્થાન સમિતિ સમાજને મુખ્ય પ્રવાહમાં જોડવાનું કામ કરશે અને સરકારી યોજનાઓના ઓબીસી ને મળતા લાભો પશ્ચમંદા મુસ્લિમ સમાજને અપાવવા માટે જનજાગૃતિ માટે સંગઠનને મજબૂત બનાવી મજબૂત સામાજિક વ્યવસ્થા ઊભી કરવા નું કામ કરશું અત્યાર સુધી લઘુમતીઓને  ધમકાવી દબાવીને રાખવામાં આવતા હતા હવે પસમંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ પછાત નાગરિકોને તેમના હક અધિકારો થી વાકેફ કરીને વિકાસમાં સાથે જોડશું મુસ્લિમ સમાજમાં જાગૃતિ આવી છે તેને વધુ ઉજાગર કરવાના પ્રયત્નો કરશું રાજકીય પક્ષો અગાઉ વચ્ચે વચ્ચે કંઈક એવા ગધકડા મૂકી દે કે વારંવાર વિવાદ થાય તેનાથી મુસ્લિમ સમાજ ને ઘણું નુકસાન થતું હતું અને ભાજપના વિકાસ પ્રવાહ અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના વિકાસના અભિગમથી વંચિત રહેતું હતું ગુજરાતમાં કહેવાય છે કે ડબલ એન્જિનની સરકાર કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપની સરકાર છે પરંતુ હું તો કહું છું કે ગુજરાતમાં ત્રીપલ એન્જિન સરકાર છે

કેન્દ્ર રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ભાજપનું શાસન છે જેનો લાભ લેવો જોઈએ આમ ભાજપ સાથે લઘુમતી સમાજે જોડાઈને વિકાસનો લાભ લેવો જોઈએ કેમ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ લઘુમતી ના વિકાસ માટે અસરકારક કામ કરે છે લોકો વિકાસને સમજતા થયા છે ગુજરાતમાં લઘુમતીઓ પણ ભાજપને મત આપતા થયા છે 19 80 ના દાયકામાં માધવસિંહ સોલંકીના બેઠકોના રેકોર્ડને પણ આ વખતે વટાવીને ભાજપને 156 બેઠકો મળી તેના કારણમાં એક જ છે કે સમાજના દરેક વર્ગને હવે વિકાસ ની રાજનીતિ સમજમાં આવી છે લ

પ્રશ્ન; સુલેમાન ભાઈ પસમંદા મુસ્લિમ સમાજ સમિતિના પ્રદેશ પ્રમુખ તો તમે જણાવશો કે અત્યાર સુધી પસમંદા મુસ્લિમ સમાજની શું સ્થિતિ રહી છે ?અને ભવિષ્યમાં એવો વિકાસ થશે?

સુલેમાન ભાઈ ગઢીયા: સૌપ્રથમ તો હું અબતક ચેનલ નો આભાર માનું છું કે તે મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓને ઉજાગર કરવામાં પૂર્ણ ન્યાય કરે છે. પસમંદા મુસ્લિમ સમાજ આપણે અહીં પસમંદા મુસ્લિમ સમાજ શબ્દથી લોકો પરિચિત નથી પસમંદા  અરબી શબ્દ છે અરબીમાં ગરીબને પશ્ચમદા એટલે ગુજરાતમાં જેવી રીતે ઓબીસી પછાત વર્ગ છે .તેવી રીતે ઓબીસી બક્ષીપંચની મુસ્લિમોની 12% વસ્તી ગુજરાતમાં છે તેમાં 85 ટકા ઓબીસી સમાજ છે. ઘાંચી સમાજની સૌથી વધુ વસ્તી છે તે ઓબીસી બક્ષીપંચમાં આવે છે પછી સંધિ ગામેતી સમાજ બીજા નંબરે આવે છે. અન્ય સમાજ પણ ઓબીસીમાં આવે છે.

ઓબીસી વર્ગને કેન્દ્ર સરકારની સહાયકારી લાભ મળવા પાત્ર છે પરંતુ તે લાભથી ઘણા લોકો વંચિત રહે છે. ઘણી યોજનાઓ છે પરંતુ તેના સુધી લાભાર્થી વર્ગ પહોંચી શકતો નથી ..કારણકે. તેની માહિતી જ હોતી નથી .ત્યારે મહંમદ ઈરફાન ને પસમંદા મુસ્લિમ સમાજ  ના વિકાસનો જે વિચાર આવ્યો અને તે અંગે સરકારમાં કરેલી વ્યવસ્થાથી પરિણામો સારા મળી રહ્યા છે, મને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવે છે હું મારી ફરજ પૂર્વક બજાવીસ અને સમાજને વધુમાં વધુ લાભ આપવાનો પ્રયત્ન કરીશ. જેનાથી સમાજનો વિકાસ વધુ વેગમાન બનશે .છેલ્લા છ મહિનામાં સંગઠનનું સારું કામ થયું છે જિલ્લામાં હોદ્દેદારોની વર્ણી કરવામાં આવી છે અને જવાબદારી સાથે સંગઠનનું કામ ખૂબ જ વેગમાન બન્યું છે.

ગૌ ટેકના કાર્યક્રમમાં અને હવે મધ્ય અને દક્ષિણ ગુજરાતના કાર્યક્રમોમાં પણ સારી રીતે ભાગ લેશો અમારું ધ્યેય એવો છે કે જેવી રીતે પક્ષનું સંગઠન બુથ સુધીનું હોય તેવી રીતે પસમંદા મુસ્લિમ સમાજ સમિતિ ના હોદ્દેદારોનું સંગઠન છેવાળાના લોકો સુધી પહોંચે અને  બુથ સુધીનું સંગઠન મજબૂત થાય અને તેનો લાભ રાજકીય રીતે દરેક મુસ્લિમોને મળે તેવો પ્રયત્ન કરશું વડાપ્રધાન નું સપનું છે કે મારા દેશના નાગરિક સુખી અને સક્ષમ હોય અને મારો દેશ વિશ્વ ગુરુ બને તેમનું સપનું પૂરું કરવામાં અમે પણ પૂરેપૂરું યોગદાન રહે અને પછાત મુસ્લિમો પણ દેશની મુખ્ય ધારામાં સામેલ થાય

પ્રશ્ન: ઇરફાન અહેમદ આપ જણાવશો કે અમે હિન્દુસ્તાનમાં નહીં ભારતમાં રહીએ છીએ જ્યાં કોઈ જ્ઞાતિ જાતિનો ભેદ નથી ત્યારે પસમંદા મુસ્લિમ ઉત્થાન સમિતિ અત્યારે કયા પડકારોનો સામનો કરી રહ્યું છે?

ઇરફાન અહેમદ: ખૂબ જ સારો પ્રશ્ન છે કે અત્યાર સુધી શું થતું હતું ? છેલ્લા 65 વર્ષથી કોંગ્રેસ અને તેના વિચારધારા વાળા પક્ષો તેમનું કામ શું હતું માત્ર લઘુમતીઓને ડરાવી બીવડાવી ધમકાવી માત્રને માત્ર તેમના વોટ લેવા માં ઉપયોગ થતો હતો. હવે આજના નાગરિકો સમજદાર અને જાગૃત બની ગયા છે ,અમેરિકામાં કોઈ ઘટના બને છે તેની એક સેક્ધડમાં સત્યતા બહાર આવે છે, કે કેટલું સાચું છે? કેટલું ખોટું છે? ભારતની જનતા પૂર્ણ જાગૃત થઈ ગઈ છે. આમ પણ આપણાપસમંદા મુસ્લિમ સમાજ પૂર્ણ રીતે જાગૃત થઈ ગયું છે .

અને તેની જાગૃતિનું સૌથી મોટું પ્રમાણ હોય તો ગુજરાતની વિધાનસભાની  ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક બેઠક મળી જો જાગૃત ન હોત અને અગાઉની વિચારધારા મુજબ જ મતદાન થયું હોત તો આટલી મોટી સફળતા ન મળે અને અમારી નેતાગીરીએ તેની પ્રશંસા કરી ચૂંટણીમાં ભાજપને ખૂબ જ મોટી સંખ્યામાં લઘુમતીઓના મત મળ્યાપસમંદા મુસ્લિમ સમાજ ના મતો ભાજપને મળ્યા અને આથી જ 156 નો આંકડો પહોંચ્યો અગાઉનું રાજકારણ ભાગલા પાડો અને રાજકારોનું હતું.

મુસ્લિમ સમાજમાં પણ વિભાજન કરીને તેમનો લાભ વોટબેંક તરીકે લેવાની જૂની પરંપરા હવે નથી જ્યારથી ગુજરાતની માટીના લાલ  નરેન્દ્ર મોદી 2014 થી વડાપ્રધાન બન્યા બીજીવાર 2019 માં જંગી બહુમતીથી ભાજપની સરકાર આવી અને 303 નો જાદુઈ આંકડો પ્રાપ્ત કર્યો. અમિત શાહ ગૃહ મંત્રી બન્યા ત્યારથી વિકાસમાં અને સામાજિક સંગઠન અને એકતામાં આપણે પાછું વળીને જોયું નથી આજે સમગ્ર દેશમાં ક્યાંય પણ જાવ રોડથી લઈ વિકાસ કામો ધમધમી રહ્યા છે .ગુજરાતી દિલ્હી જાવ થોડા દિવસો પછી મુંબઈ માં ગ્રીન કોરીડોરનું ઉદઘાટન થવાનું છે તેમાં 12 થી 13 કલાકમાં મુંબઈથી દિલ્હી પહોંચી જવાશે. શું કોઈએ આવિ કલ્પના કરી હતી? મને સારી રીતે યાદ છે જ્યારે હું રેલવેની પીએસસી કમિટીનો સભ્ય હતો સમગ્ર ભારતમાં ઇન્સ્પેક્શન કરતો હતો .ત્યારનો અને અત્યારનો વિકાસ આસમાન જમીન જેવો ફરક છે

ઐતિહાસિક ધાર્મિક સ્થળો પર નાની લાઈનોથી કામ ચલાવતું હતું .અત્યારે તમામને બ્રોડગેજ કનેક્ટિવિટી મળી ગઈ. તમામ જગ્યાએ ડબલ ટ્રેક થઈ ગઈ .સાથે સાથે વિધુતકરણ પણ કરવામાં આવી રહ્યું છે આમ વિકાસ કેવો ઝડપથી આગળ વધી રહી છે. ગુજરાતમાં તો ભૂમિ ,જળ અને હવાઈના ત્રણેય પરિવહન સુવિધાઓનો ખૂબ વિકાસ થયો છે સ્પષ્ટ દેખાય છે કે 2014 સુધીમાં એવો વિકાસ થયો ન હતો .અને 2014 પછી કેવો વિકાસ થયો છે અગાઉ પ્રાદેશિક સરકારોને સંઘર્ષ કરવો પડ્યો પરંતુ જ્યારથી ડબલ એન્જિન સરકાર કાર્યરત છે ત્યારથી વિકાસ વેગમાન બન્યો છે સૌથી પહેલા નર્મદા બંધ જે ગુજરાતની જીવા દોરી હતું. તેનું કામ પૂરું કરવાનું વડાપ્રધાને સૌપ્રથમ નિર્ણય લીધો જન ધન ખાતા ખોલાવીને ગરીબોને બેક સાથે જોડિયા અગાઉ કોઈએ એવું વિચાર્યું ન હતું કે ગરીબો પણ દેશના નાગરિક છે .અને તેમના ખાતા હોવા જોઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વિચાર્યું પસ માંદા અરબી શબ્દ છે ગરીબ થાય છે

ગરીબ મુસ્લિમોને વિકાસની મુખ્ય ધારામાં લઈ જવા માટે દેશમાં જે રીતે કામ થઈ રહ્યું છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આભારી છે ભાજપ સરકારે 50 કરોડ ગરીબ નાગરિકોના બેંકના ખાતા તમામને આધાર કાર્ડ આપવાનું કામ કર્યું છે. કોંગ્રેસના યુવા વડાપ્રધાન રાજીવ ગાંધી જ્યારે સત્તા પર હતા ત્યારે તેમણે રાજસ્થાનમાં એક સભામાં કહ્યું હતું કે” હું કેન્દ્રમાંથી એક રૂપિયો વિકાસ માટે મોકલું છું તો લાભાર્થી સુધી પહોંચતા માત્ર 15 પૈસા રહે છે” માત્ર 200 સળ માં 85 પૈસા ની હેરફેર થઈ જતી.. આજે આપણે ગર્વથી કહી શકીએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભ્રષ્ટાચારને નાબૂદ કરી દીધું છે અને કેન્દ્રમાંથી રવાના થયેલો એક રૂપિયો  ગીર સોમનાથના છેવાડાના નાગરિકના ખાતામાં અકબંધ જમા  થઈ જાય તેવી વ્યવસ્થા ઊભી થઈ છે…અને તે એક જ કલિકમાં પહોંચી જાય છે, અગાઉ આવું થતું ન હતું.

અગાઉ તો ’વચેટીયા અને દલાલ “લાભાર્થીના ભાગમાં કેટલું આવવા દેશે તે કિસ્મતનો ખેલ બની રહેતો હતો.. ભારતમાં વહીવટી ભ્રષ્ટાચાર ખતમ કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે દુનિયામાં વડાપ્રધાન અને ભારતનું તાજેતરમાં સિડનીમાં નરેન્દ્રભાઈ મોદીનું કેવું ભવ્ય સન્માન થયું અને વડાપ્રધાને નરેન્દ્ર ભાઈ મોદી ને ભવ્ય સન્માન માન આપ્યું  . અગાઉ વડાપ્રધાન પરદેશ જતા અને આવતા ત્યારે આકાશવાણી પરથી સમાચાર મળતા.  અત્યારે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ દિવસે દિવસે વધતું જાય છે. ગુજરાતનું ગૌરવ છે કે અત્યારે તો વડાપ્રધાન દિલ્હીથી ક્યાંય પણ જવા રવાના થાય છે ત્યારે તેમને સમગ્ર વિશ્વનું મીડિયા ફોલોપ આપે છે.  વડાપ્રધાન નો અધિકાર સંપૂર્ણપણે જો કોઈએ ઉપયોગ કરીને દેશને ગૌરવ અપાવવાનું કામ કર્યું હોય તો તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે

પ્રશ્ન: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ અને આંતકવાદ મુક્ત ભારતના મુદ્દા વિશે શું કહેશો?

ઇરફાન અહેમદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને આત્મ નિર્ભરનું સૂત્ર આપ્યું છે અને તે સંપૂર્ણ પણે લાગુ કરવાનું કામ કર્યું છે આત્મ નિર્ભર ભારતનો અર્થ જ એ થાય છે કે ભારત દરેક ક્ષેત્ર સ્વાવલંબી બને ભારતનો પ્રત્યેક નાગરિક આત્મનિર્ભર ન બને ત્યાં સુધી દેશ આત્મનિર્ભ ન ગણાય દેશ આઝાદીનો અમૃત કાર્ડ ઉજવી રહ્યો છે ત્યારે કોઈપણ લક્ષ્ય સાધવા માટે આપણે ગોલ નક્કી કરવો જોઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ 20147 સુધીમાં ભારતને વિકાસની સાથે સાથે આંતકવાદ મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે

પ્રશ્ન: સુલેમાનભાઈ ગઢીયા તમે બતાવશો અત્યારે તો મોસાળે જમણ અને મા પીરસનાર ની જેમ કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપની સરકાર બોર્ડ નિગમોમાં પણ ભાજપની બોડી છે  ત્યારે તમે પસમંદા મુસ્લિમ સમાજ સ્થાન સમિતિ ના અધ્યક્ષ તરીકે સરકાર પાસે કેવી અપેક્ષા રાખો છો?

સુલેમાનભાઈ ગઢીયા: પસમાંદા મુસ્લિમ સમાજ સરકારનું ઋણ અદા કરવા માંગીએ છીએ તાજેતરમાં વિધાનસભામાં 153 બેઠકનું રેકોર્ડ રચવામાંપસમાંદા મુસ્લિમ સમાજ નું યોગદાન રહ્યું છે મુસ્લિમ સમાજ એ પણ જ્યાં ત્યાં જરૂર પડી છે ત્યાં ભાજપને જરાધારમાં મદદ કરી છે અમારું પ્રથમ કાર્ય 2024 ની ચૂંટણી છેપસમાંદા મુસ્લિમ સમાજ પૂર્ણ મતદાન કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર દેશની સત્તા સોંપે તેવું સપનું અમે જોઈએ છીએ .અને તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ .સરકાર અને પક્ષ પર વિશ્વાસ છે કેપસમાંદા મુસ્લિમ સમાજ નું હિત કરશેપ.સમાંદા મુસ્લિમ સમાજ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખૂબ કામ કરશે .અમને તેવી અપેક્ષા છે અમારા નેતા ડોક્ટર ઈરફાન અહેમદ  અમને સંપૂર્ણપણે સંતોષ આપશે તેવો વિશ્વાસ છે.પસમાંદા મુસ્લિમ સમાજ માટે ડોક્ટર ઇરફાન અહેમદ સાહેબને જે  ધગસ છે તે અમારો વિકાસ કરશે તેવી અમને શ્રદ્ધા છે

પ્રશ્ન: ઇરફાન અહેમદ આપ બતાવશો કે વિપક્ષો કહે છે કે ભાજપ જૂની યોજનાને નવા કપડાં પહેરાવી દે છે વળી તાજેતરમાં કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી પરિણામે વિપક્ષને એક કરી દીધું 2024 ની રણનીતિ વિશે તમે શું કહો છો

ઇરફાન અહેમદ: સૌપ્રથમ તો હું અબ તક ચેનલના માધ્યમથી દેશના નાગરિકોને બતાવવા જઈ રહ્યો છું કે સંપૂર્ણ વિશ્વમાં જો સૌથી સારું લોકતંત્ર હોય તો તે ભારતનું છે.. કે જ્યાં દરેક નાગરિકને પોતાની વાત રાખવાનો અધિકાર છે. રાજકીય પક્ષોને પણ ટીકા ટિપ્પણી કરવાનો અધિકાર છે. કર્ણાટકની ચૂંટણીની વાત કરું તમે અમે ક્યાંય ક્યારે ય દિગ્વિજય નો દાવો કર્યો નથી કે બધી જ જગ્યાએથી જીતીને આવશે..

લોકશાહી મતદારો  જેને જનાધાર આપે તેની સરકાર થાય અને જનતાનું ચુકાદો માથે ચડાવી લેવાય કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર આવી તેના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વિટ કરીને ત્યાંના મુખ્યમંત્રી અને નવી સરકારને શુભકામના પાઠવી હતી .અમને 2024 માં વિશ્વાસ છે કે અમે સારી રીતે સરકાર રચશું  વાત આવી હવે જૂની યોજનાને નવા કપડાં પહેરાવવાની તો હું તમને કહી દઉં કે અમે તો ભાજપ સરકારના નવ વર્ષના શાસનની વાત કરીએ છીએ. ભાજપ સૌના સાથ સૌના વિકાસ અને સોના સહકારની વાત કરે છે. ભાજપ અત્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે સન્માન પામી છે  અને વિકાસના રાજકારણથી તે લોકોને ગમે છે2024 ની ચૂંટણીમાં પણ ભાજપ બહુમતીથી આવશે તેવો મને વિશ્વાસ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.