Abtak Media Google News

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા બોલિવૂડ સાથે જ હવે હોલિવૂડમાં પણ ફેમસ થઇ છે. 2016ના અંત સુધી તે લિયોનાર્ડો ડિ કેપ્રિયો, જેનિફર લોરેન્સ, એમા વોટ્સન અને જ્હોની ડેપથી આગળ રહી હતી. હાઇએસ્ટ પેઇડ સેલેબ્સના લિસ્ટમાં પણ તે 8માં નંબરે રહી હતી. આ સાથે જ તે ઇન્ટરનેશનલ સ્ટાર જેકી ચાન અને ડેવિડ બેકહમ સાથે યુનિસેફની ગ્લોબલ ગુડવિલ બ્રાન્ડ એમ્બેસેડર પણ બની.

Advertisement

15 ઇન્ટરનેશનલ મેગેઝિનની કવર ગર્લ બની પ્રિયંકા

આટલું જ નહીં પ્રિયંકા ચોપરા આશરે 15 ઇન્ટરનેશનલ મેગેઝિનની કવર ગર્લ બની ચૂકી છે. અમેરિકાની પ્રેસ્ટિજિયસ મેગેઝિન ટાઇમે તેને દુનિયાની સૌથી 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં પણ સ્થાન આપ્યું છે. તે ઓસ્કાર્સ, એમી અને બિલબોર્ડ મ્યૂઝિક એવોર્ડમાં ભારતને રિપ્રેઝન્ટ કરી ચૂકી છે.

જીત્યો હતો પીપલ્સ ચોઇસ એવોર્ડ

પ્રિયંકાએ અમેરિકન ટીવી સીરિઝ ‘ક્વાંટિકો’ માટે પીપલ્સ ચોઇસ એવોર્ડ જીતવા ઉપરાંત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે વ્હાઇટ હાઉસમાં ડીનર પણ કરી ચૂકી છે. અમેરિકાથી તે પરત ફરી હતી ત્યારે ભારત સરકારે તેને પદ્મશ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરી હતી. વુમન્સ ડે નિમિતે પ્રિયંકાએ તેના વિશે થોડી વાત કરી હતી.

મને જીતવું પસંદ છે પરંતુ નસીબમાં નથી માનતી

પ્રિયંકાએ કહ્યું કે,’મને જીતવું પસંદ છે આથી હું નથી જાણતી કે નસીબ અથવા કિસ્મત શું હોય છે.’ પ્રિયંકાના મતે,તેણે પોતાને એવી રીતે સાબિત કરી છે જેને સમાજમાં વધારે છુટ આપવામાં આવી ના હતી. પ્રિયંકા મહત્વાકાંક્ષી છે અને મેરિટ સાથે જ ટેલેન્ટ પર પણ માને છે. તેનું માનવું છે કે મેરિટમાં આવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. અને તે માટે અન્ય કોઇ રસ્તો હોતો નથી. આ જ સાચી વાત છે. પ્રિયંકા પોતાની અપકમિંગ ફિલ્મ ‘બેવોચ’ને લઇને ખૂબ એક્સાઇટેડ છે. આ ફિલ્મ મે, 2017માં રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં પ્રિયંકા વિક્ટોરિયા લીડ્સના હોટ અને ગ્લેમરસ રોલમાં જોવા મળશે. જોકે, પ્રિયંકાનું કહેવું છે કે તમે આ રોલને નેગેટિવ ના કહી શકો. ‘બેવોચ’ એક કોમેડી ફિલ્મ છે. જેમાં સીરિયસ વિલન નથી. જોકે આમાં મારો શૈતાની રોલ છે. આ કેરેક્ટર પહેલા એક વ્યક્તિ માટે લખાયું હતું પછી તેને યુવતીમાં કન્વર્ટ કરાયું હતું. જે મને મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.