Abtak Media Google News

અરબી સમુદ્રમાં ખતરનાક બનેલુ ઓખી વાવાઝોડુ હવે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારા તરફ ફંટાયુ છે.

હાલમાં આ વાવાઝોડુ મુંબઇના દરિયાકિનારાથી 810 કિલોમીટર અને સુરતના દરિયાકિનારાથી 1000 કિલોમીટર દૂર છે. અને તે કલાકના 13 કિલોમીટરની ઝડપભેર આગળ વધી રહ્યું છે. વેરી સિવિયર સાયકલોન ઓખીના કારણે તેના કેન્દ્રની આસપાસ 130થી 140 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે.

હવામાનવિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ વાવાઝોડુ આગળ વધીને નબળુ પડશે અને સુરત નજીકના સમુદ્રકિનારા પરથી ડિપડિપ્રેશનના સ્વરૂપે પસાર થશે.

આ વાવાઝોડાની અસર હેઠળ આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.